ઈંગ્લેન્ડના અંગ્રેજ માલિકોને ખુશ કરવા રજવાડાઓનાં તથા બ્રિટિશ હિંદના લાખો સૈનિકો વિદેશોની રણભૂમિમાં લડવા ગયા હતા


 પ્રજાબંધુનાં સંખ્યાબંધ અંકો મુજબ જર્મની અને ઓસ્ટ્રિયા સંકૂચિત ઉગ્ર અને આક્રમક રાષ્ટ્રવાદનાં પુરસ્કર્તા હતા અને બ્રિટન લોકશાહીનાં આંચળા હેઠળ સામ્રાજ્યવાદી દમનનીતિનું અદ્યતન મશીન હતું. 

પ્રજાબંધુ પ્રથમ વિશ્વયુધ્ધ અને ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ

મહાન ક્રિકેટર અને નવાનગરના જામ રણજીતસિંહ (જેમની સ્મૃતિમાં રણજીત ક્રિકેટ ટ્રોફી આજે પણ રમાય છે) વેસ્ટર્ન ફ્રન્ટ ઉપર લડવા ગયા હતા. 

ચીનુભાઈ બેરોનેટ, જમનાભાઈ ભગુભાઈ, મંગળદાસ ગીરધરદાસ, બાલાભાઈ દામોદરદાસ, અંબાલાલ સારાભાઈ, જગાભાઈ દલપતભાઈ અને મનસુખભાઈ ભગુભાઈ જેવા મિલ માલિકોએ ઈમ્પિરીયલ ગવર્નમેન્ટને યુદ્ધમાં લડવા માટે ૭૬૦૦ લોખંડનાં કારતુસો ભેટ મોકલ્યા હતા. શસ્ત્રસરંજામના ઉત્પાદને કાપડનાં ઉત્પાદનનું સ્થાન લીધું હતું ! અમદાવાદની શ્રીમંત સ્ત્રીઓ પણ કમ નહોતી. 'પ્રજાબંધુ' પ્રમાણે સ્ત્રીઓએ 'પેટ્રીયોટીક ફંડ' ઉભું કરીને અંગ્રેજ કલેક્ટરને ભેટ આપ્યું હતું. સૌને આશા હતી કે યુદ્ધ બાદ વિજેતા ઈંગ્લેન્ડ હિંદની સેવાની કદર કરશે અને સેલ્ફ-રૂલ આપશે. પણ ઈંગ્લેન્ડે હિંદને સ્વરાજ્યને બદલે જુલ્મી રોલેટ કાયદાની અને જલિયાનવાલા હત્યાકાંડની ભેટ આપી હતી. આવતાં લેખમાં તેની ચર્ચા કરીશું.

 પ્રજાબંધુનાં ૨૧ સપ્ટેમ્બર અને ૩ ઓક્ટોબર ૧૯૧૫નાં અહેવાલ મુજબ

પ્રજાબંધુએ પ્રથમ વિશ્વયુદ્ધ વિશે આપેલા અહેવાલની ચર્ચા કરતાં પહેલાં યુદ્ધની ભૂમિકા સંક્ષિપ્તમાં સમજવાની જરૂર છે. આપણે જેને 'વિશ્વયુદ્ધ' કહીએ છીએ તે વાસ્તવમાં તો ''યુરોપિયન યુદ્ધ'' હતું. યુરોપે યંત્રવાદને કેન્દ્રમાં રાખીને વિકસાવેલી આધુનિક સંસ્કૃતિમાંથી તે પ્રગટ થયું હતું. તેમાં સામ્રાજ્યવાદી યુરોપિયન દેશોએ એશિયા અને આફ્રિકાનાં ગુલામ દેશોને સંડોવ્યા હતા. હિંદ ગ્રેટ બ્રિટનનાં સંસ્થાનવાદનું પ્યાદું હતું. બ્રિટન દંભી હતું.

પોતાને ઘરઆંગણે 'લોકશાહી', અને વિદેશો ઉપર ગુલામશાહી ! નવાઈની વાત એ છે કે ઈંગ્લેન્ડે વિકસાવેલા સામ્રાજ્યવાદનાં વમળમાં અહિંસા અને વિશ્વશાંતિનાં પૂજારી મહાત્મા ગાંધી પણ ફસાઈ ગયા હતા ! સ્વરાજ મળવાની આશાએ તેઓ પારકા ઈંગ્લેંડના યુરોપિયન યુદ્ધ સાથે જોડાયા હતા અને હિંદી લશ્કરને ''સ્વબચાવ'' માટે યુરોપ, આફ્રિકા અને મેસોપોટેમીયાના યુદ્ધ મેદાનોમાં મોકલવાની હીમાયત કરી હતી. તા. ૨૬ એપ્રિલ ૧૯૧૮ના રોજ વાયસરોય લોર્ડ મોન્ટેગ્યુએ આમંત્રણ આપવાથી ગાંધીજી ''ઈમ્પિરીયલ વોર કોન્ફરન્સ''માં ભાગ લેવા દિલ્હી ગયા હતા અને બ્રિટનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ત્યાર બાદ જુન ૧૯૧૮માં એક પત્રિકામાં એમણે લખ્યું હતું : ''સ્વબચાવ, માટે આપણે શસ્ત્રોનો ઉપયોગ કરવો પડે તો તે યોગ્ય છે. હિન્દી સૈન્યે લડતમાં જોડાઈને મિત્ર રાજ્યોને મદદ કરવી જરૂરી છે.'' 

પણ તે પહેલાં હિંદના સૈનિકો વિશ્વયુદ્ધમાં ભાગ લેવા વિદેશોનાં રણ મેદાનમાં ગયા હતા અને હજારો શહીદ થયા હતા. ઈંગ્લેન્ડના અંગ્રેજ માલિકોને ખુશ કરવા રજવાડાઓનાં તથા બ્રિટિશ હિંદના લાખો સૈનિકો વિદેશોની રણભૂમિમાં લડવા ગયા હતા. આ યુદ્ધ સાથે હિંદને ન્હાવા-નીચોવાનો પણ સંબંધ ન હોવા છતાં પરાધિન હિંદ ''સ્વરાજ્યરૂપી લોલીપોપ''ની આશાએ બલીનાં બકરાની જેમ યુદ્ધ સાથે જોતરાયું હતું. પ્રજાબંધુનાં સંખ્યાબંધ અંકો મુજબ જર્મની અને ઓસ્ટ્રિયા સંકૂચિત ઉગ્ર અને આક્રમક રાષ્ટ્રવાદનાં પુરસ્કર્તા હતા અને બ્રિટન લોકશાહીનાં આંચળા હેઠળ સામ્રાજ્યવાદી દમનનીતિનું અદ્યતન મશીન હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં વિમાનો, બોમ્બ, સબમરીન, અને ઝેરી ગેસ તથા કેમિકલ્સનો ઉપયોગ થયો હતો. લશ્કરવાદ, સામ્રાજ્યવાદ, ઉપભોગવાદ અને ઉગ્ર રાષ્ટ્રવાદે યુરોપને પાગલ કરી દીધું હતું. બાકી દક્ષિણ આફ્રિકાના દમનો સામે લડી રહેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ તો છેક ૧૯૦૯માં 'હિંદ સ્વરાજ'માં લખ્યું હતું.

''યુરોપનો સુધારો તે અધર્મ છે. તે યુરોપમાં એટલો બધો ફેલાયો છે કે ત્યાંના માણસો અર્ધ ગાંડા જોવામાં આવે છે. હિંદુ ધર્મ આને હડહડતો કળિકાળ કહે છે પણ તમે સમજશો કે આ યાંત્રિક સુધારાથી અંગ્રેજી પ્રજામાં સડો ઘર કરી ગયો છે. આ સુધારો નાશકારક અને નાશવંત છે. તેનાથી દૂર રહેવું ઘટે.''

'હિંદ સ્વરાજ'ના લેખક વિશ્વયુદ્ધ વખતે 'સ્વબચાવ' માટે હિંદી સૈનિકોને વિદેશોમાં લડવાની હિમાયત કરે તે વાત આજે પણ નવાઈ પમાડે તેવી લાગે છે. પ્રજાબંધુનાં અહેવાલો અનુસાર રોલેટ એક્ટ અને જલિયાનવાલા બાગે ગાંધીજીનું રાજકીય ગણીત ખોટું પાડયું હતું. ગુલામ હિંદની આ લાચારી હતી. સામ્રાજ્યવાદી બ્રિટનની લોકશાહીવાદી રીતરસમોમાં મોટા ભાગનાં હિંદી નેતાઓને તે સમયે વિશ્વાસ હતો. પ્રજાબંધુના ૧૯૧૫-૧૯૧૭ સુધીનાં અહેવાલો મુજબ જર્મની અને ઓસ્ટ્રીયા સામે જંગ ખેલવા લાખોની સંખ્યામાં હિંદુ, શીખ અને મુસ્લિમ સૈનિકો વિદેશની રણભૂમિમાં ગયા હતા.

મહાન ક્રિકેટર અને નવાનગરના જામ રણજીતસિંહ (જેમની સ્મૃતિમાં રણજીત ક્રિકેટ ટ્રોફી આજે પણ રમાય છે) વેસ્ટર્ન ફ્રન્ટ ઉપર લડવા ગયા હતા. લેફટેનન્ટ સવાજીસિંહે મેસોપોટેમિયાનો મોરચો સંભાળ્યો હતો અને દાજીરાજ તો ફ્રાન્સમાં લડતાં લડતાં યુદ્ધભૂમિમાં માર્યા ગયા હતા. પ્રજાબંધુએ યુદ્ધભૂમિમાં ખપી ગયેલા હિંદી સૈનિકોનાં આંકડા આપ્યા હતા.

જોકે તે સમયે તો ગુલામ હિંદ ઈંગ્લેંડને પગે આળોટતું હતું. 

ભાગ: 10

પ્રજાબંધુના સ્થાપક ભગુભાઈ ફતેહચંદ કારભારી માત્ર પત્રકાર જ નહોતા તેઓ કાગળ અને પ્રિન્ટીંગ મશીનના વેપારી પણ હતા. તેથી તેમણે પ્રજાબંધુનાં ૮ જાન્યુઆરી ૧૮૯૯નાં અંકમાં જાહેરાત આપી : ''ભગુભાઈ ફત્તેહચંદ : કાગળના વેપારી અને છાપખાનાનો સામાન પુરો પાડનાર - ખાડિયા, અમદાવાદ.'' ત્યાર બાદ ભગુભાઈએ ૧૯૦૪માં વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ એજન્સી રોઇટર સાથે જોડાણ કરીને વિશ્વભરમાંથી સમાચારો પ્રાપ્ત કર્યા અને તેને ટેલીગ્રાફ સિસ્ટમ વડે વિશ્વવ્યાપી તેમજ વીજળી વેગવંતા બનાવ્યા. પોલ જુલિયસ રોઇટર નામનાં જર્મને એના નામથી ન્યુઝ એજન્સી ૧૮૪૮માં બર્લીનમાં સ્થાપી હતી અને ૧૮૫૧માં તેનું સંચાલન લંડનથી પણ થતું હતું.

આ રીતે પ્રજાબંધુ ૧૯૦૫માં એસોસિયેટેડ પ્રેસ ઓફ ઈન્ડિયાની સ્થાપના થતાં પ્રજાબંધુએ તેની સેવાઓનો લાભ પણ લેવો શરૂ કર્યો. અદ્યતન પ્રિન્ટિંગ ટેકનોલોજી તેમજ ઝડપી કોમ્યુનિકેશન સિસ્ટમ અપનાવનાર પ્રજાબંધુ પ્રથમ વિશ્વયુદ્ધ અને તે દરમિયાન ૧૯૧૭માં રશિયામાં શરૂ થયેલા બોલ્શેવીક (રાજ્યવાદી) રીવોલ્યુશન અને દ્વિતીય વિશ્વયુદ્ધ (૧૯૩૮-૧૯૪૫) વિષયક માહિતી આપે તે દેખીતું હતું. પ્રજાબંધુ માત્ર માહિતી પ્રધાન અખબાર ન હતું. તે વિચાર પ્રધાન પણ હતું. પ્રસ્તુત લેખ તેની સાબિતીરૂપ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wkFqnG
Previous
Next Post »