જગતનું શહેરીકરણ: વૈશ્વીક અર્થકારણમાં મંદી નથી. છેલ્લા વીસ વર્ષથી જગતની આવક (વર્લ્ડ ઇનકમ) ત્રણ ટકાથી પણ ઊંચા દરે વધી રહી છે. માત્ર ૨૦૦૯માં અમેરીકાની મંદીને કારણે તે નેગેટીવ થઇ ગઈ હતી. વળી જગતનું ઝડપથી શહેરીકરણ થઇ રહ્યું છે. આજે જગતના ૫૫ ટકા લોકો તેના શહેરો અને નગરો (ટાઉન્સ)મા રહે છે.
ઇ.સ. ૨૦૦૦માં ચીનના માત્ર ૩૬ ટકા લોકો તેનો શહેરો અને નગરોમા રહેતા હતા જે ૨૦૧૭મા ઝડપથી વધીને ચીનની ૫૮.૨ ટકા વસતી શહેરી થઇ ગઈ છે. અમેરીકામા ૮૦.૭ ટકા લોકો શહેરી છે અને યુ.કે.મા ૮૩.૪ ટકા લોકો તેના શહેરોમા રહે છે. ભારતમા તેની વસતીની માત્ર (૨૦૧૮માં) ૩૪ ટકા લોકો તેના શહેરો અને નગરોમાં વસે છે અને ૬૬ ટકા લોકો ગામડામા વસે છે. યુનાઇટેડ નેશન્સના એક અંદાજ પ્રમાણે જગતમા ૫૫ ટકા લોકો તેના શહેરો અને નગરોમા વસે છે. અને જગતના શહેરો અને નગરોમા રહેતા કુલ લોકોમાંથી એક તૃતીયાંશ લોકો શહેરી સ્લમ્સમા રહે છે. શહેરો વિરૂધ્ધ ગામડાનો ચુકાદો જગતના લોકોએ શહેરોની તરફેણમા આપી દીધો છે. શહેરોમા રોજગારીની પુષ્કળ તકો છે. જગતના સમૃધ્ધ દેશોમાં શહેરીજનોની વસતી કુલ વસતીના લગભગ ૮૦ ટકા છે. ભારતની એટલી મોટી વસતી (૬૮ ટકા) તેના ગામડામા રહે છે અને તેના લાખો ગામડાની વસતી ૫૦૦થી પણ ઓછી હોવાથી ત્યાં વીજળી, પાણી અને રાંધણગેસ તથા આરોગ્ય અને શીક્ષણ સેવાઓ પહોંચાડવાનું કામ પુષ્કળ ખર્ચાળ છે અને કઠિન છે. માત્ર ૨૦૦ની વસતી ધરાવતા ગામડાના વીજળી, રાંધણગેસ, પાણીનું અને શીક્ષણનું નેટવર્ક કેવી રીતે પહોંચાડી શકાય ?
ટેકનીકલી પહોંચાડી શકાય પરંતુ તે કામ બહુ ખર્ચાળ બની જાય. તેમ છતા ભારતે તેને પ્રાથમિકતા આપવી જોઇએ. પાકિસ્તાન પણ આમા અપવાદ છે. પાકીસ્તાનની વસ્તીના ૩૬.૫ ટકા લોકો (૨૦૧૮મા) તેના શહેરોમાં વસે છે અને ભારતમા તેની ટકાવારી ૩૪ ટકા હોવા છતા ભારત કરતા પાકીસ્તાનની માથાદીઠ આવક ઘણી ઓછી છે. ભારતની (૨૦૧૮માં) માથાદીઠ આવક ૨૦૧૬ ડોલર્સ (૨૦૧૮મા) છે જ્યારે પાકીસ્તાનની તે માત્ર ૧૪૧૮ ડોલર્સ છે.
જગતના કેટલાક સમૃધ્ધ દેશોની રાષ્ટ્રીય આવક તથા માથાદીઠ આવક વર્લ્ડ બેંકના રીપોર્ટને આધારે થાય છે. (કોઠા મુજબ)
જગતની કુલ આવકમાં યુએસએના ૨૪ ટકા અને ચીનના ૧૬ ટકા થઇને જગતની કુલ આવકના ૪૦ ટકા આ બે દેશો કમાય છે. ૨૦૧૯ના આંકડા પ્રમાણે ભારતે યુ.કેની આવક કરતા વધુ રાષ્ટ્રીય આવક મેળવીને તે બાબતમાં જગતમા પાંચમુ સ્થાન મેળવ્યું છે. તેનાથી બહુ ખુશ થવાની જરૂર નથી. કેમ ? કયા અમેરીકાની ૬૨,૭૯૪ ડોલર્સ માથાદીઠ આવક, જર્મનીની ૪૮,૧૯૬ ડોલર્સ, એશીયન દેશ, જાપાનની ૩૯,૨૮૭ ડોલર્સ અને ક્યાં ભારતની માથાદીઠ ૨૦૧૬ ડોલર્સ ? ચીન ભારત કરતા પણ ૧૯૪૯મા (જ્યારે ત્યાં સામ્યવાદી સરકાર આવી) ગરીબ હતુ પરંતુ આજે તેની માથાદીઠ આવક જે ૯૭૭૧ ડોલર્સ છે તે ભારતની ૨૦૧૬ ડોલર્સની માથાદીઠ આવક કરતા લગભગ સાડા ચારથી પાંચ ગણી થઇ ગઇ છે.
ભારત કેમ ગરીબ છે ? : ભારતની વસતી અમર્યાદ રીતે વધી છે અને તે અંદાજે ૧૩૬ કરોડની છે. તેણે આપણને ગરીબ રાખ્યા છે. ભારતની ગરીબીનું મુખ્ય કારણ એ છે કે તે ખેતી પ્રધાન દેશ છે અને ભારતીય ખેતી પર કરોડો લોકોનો બોજો છે અને ભારતની ખેતીવાડી ક્ષેત્રે રોકાયેલા લોકોનું સરાસરી વાર્ષિક માથાદીઠ ઉત્પાદન માત્ર ૪૧,૬૨૧ રૂપિયા છે, ઉદ્યોગમા કામ કરતા લોકોનું તે ૧,૨૧,૧૩૧ રૂપિયા છે અને સેવા ક્ષેત્રે (શીક્ષણ, આરોગ્ય, રેલ્વેઝ, વ્યાપાર, મનોરંજન, એન્જીનીયરીંગ, હોટેલ અને રેસ્ટોરાં, ટુરીઝમ અને ટ્રાવેલ્સ વગેરે) તે ૧,૬૪,૫૬૯ રૂપિયા છે. આનો અર્થ એ કે ભારતમા ખેતીક્ષેત્ર કરતા ઉદ્યોગ ક્ષેત્રમા સરાસરી વ્યક્તિદીઠ ઉત્પાદકતા ત્રણ ગણી વધારે અને સેવાક્ષેત્રમા તે લગભગ ચાર ગણી વધારે છે. નીચેનો કોઠો ભારતની ગરીબાઈનું મુખ્ય કારણ દર્શાવે છે. એટલે કે ભારતના ક્ષેત્રમા (૨૦૧૬-૨૦૧૭)મા કામ કરનારા ભારતના વર્કફોર્સના ૪૨.૭ ટકા છે અને તેમનો રાષ્ટ્રીય આવકમા ખરેખર ૪૨.૭ ટકા છે ફાળોહોવો જોઇએ તેને બદલે માત્ર ૧૭.૩ ટકા છે. વળી ભારતનું ખેતીવાડીનું ક્ષેત્ર વૃધ્ધિદરમા 'ઢ' છે, તેનો માત્ર ૩.૪ ટકાનો વૃધ્ધિ દર છે જ્યારે ઉદ્યોગ ક્ષેત્રનો તે ૫.૫ ટકા છે અને સેવાના ક્ષેત્રમા ૭.૬ ટકા છે. ભારતનું સેવા ક્ષેત્ર સૌથી વધુ ઉત્પાદક છે તેવા ભાતરના કુલ વર્કફોર્સના ૩૩.૫ ટકા લોકો કામ કરે છે. પરંતુ તેનો ભારતની રાષ્ટ્રીય આવકમા ફાળો ૩૩.૫ ટકા નથી પરંતુ ૫૩.૭ ટકા જેટલો થાય છે. નીચેનો કોઠો આ બાબત સ્પષ્ટ કરશે.
ભારતમા ઉત્પાદક ક્ષેત્રોનો રાષ્ટ્રીય આવકમા ફાળો
ઉત્પાદનનું ક્ષેત્ર કુલ વર્કફોર્સના ટકા રાષ્ટ્રીય આવકમા વેલ્યુ એડેડ આ ક્ષેત્રનો વાર્ષિક વૃધ્ધિ દર
ખેતી ૪૨.૭ ટકા ૧૭.૩ ટકા ૩.૪ ટકા
ઉદ્યોગો ૨૩.૮ ટકા ૨૯.૦ ટકા ૫.૫ ટકા
સેવાઓ ૩૩.૫ ટકા ૫૩.૭ ટકા ૩.૬ ટકા
ઉપરના કોઠાના અભ્યાસ પછી નીચેના સૂચનો ભારતના અર્થકારણ માટે યોગ્ય જણાય છે.(૧) ખેતી પર કામ કરતા લોકોનો અસહ્ય બોજો દૂર કરી તેમને ઉદ્યોગના અને સેવાના ક્ષેત્રમા કરાવો જે માટે શિક્ષણ પ્રથાને 'એ' ગ્રેડની કરવી પડે.(૨) શહેરીકરણ વધવાનું જ છે તે માટે શહેરોની સુવિધાઓમાં જબરજસ્ત વધારો કરો.(૩) ઉદ્યોગો અને સેવાઓના ધંધા શરૂ કરવાનું એટલું સહેલું બનાવો કે, અઠવાડિયામાં બધો વિધિ પૂરો થઇ જાય.(૪) પર્યાવરણનું પ્રદૂષણ ના રહે તેવા ઉદ્યોગોનો વિરોધ ના કરો.(૫) હિન્દ સ્વરાજના આદર્શો હવે ચાલે તેમ નથી તેનાથી શું મળશે.
૨૦૧૮મા જગતના કેટલાક દેશોની રાષ્ટ્રીય આવક
દેશ રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક
યુએસએ ૨૦.૫૪ ટ્રીલીયન ડોલર્સ ૬૨,૭૯૪ ડોલર્સ
ચીન ૧૩.૬૧ ટ્રીલીયન ડોલર્સ ૯૭૭૧ ડોલર્સ
જાપાન ૪.૯૭ ટ્રીલીયન ડોલર્સ ૩૯,૨૮૭ ડોલર્સ
જર્મની ૩.૯૫ ટ્રીલીયન ડોલર્સ ૪૮,૧૯૬ ડોલર્સ
યુ.કે. ૨.૮૬ ટ્રીલીયન ડોલર્સ ૪૨,૪૯૧ ડોલર્સ
ફ્રાન્સ ૨.૭૭ ટ્રીલીયન ડોલર્સ ૪૧,૬૪૬ ડોલર્સ
ભારત ૨.૭૨ ટ્રીલીયન ડોલર્સ ૨૦૧૬ ડોલર્સ
જગતના તમામ દેશોની ૮૫.૯૧ ટ્રીલીયન ડોલર્સ જગતની માથાદીઠ આવક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TwqQCO
ConversionConversion EmoticonEmoticon