મુંબઇ,07 માર્ચ 2020 શનિવાર
સલમાન ખાન અને દિશા પટણી હાલમાં રાધે : ધ મોસ્ટ મોન્ટેડ ભાઇના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગનું એક શેડયુઅલ એશિયા અને યુરોપ વચ્ચે આવેલા રળિયામણા અઝર બૈઝાનના બાકુ પ્રાંતમાં ગેાઠવવામાં આવ્યું હતું. જે કોરોનાવાઇરસના કહરને કારણે રદ ક રવામાં આવ્યું છે. સલમાન અને દિશા દુબઇ અથવા દોહા થઇને આ સ્થળે પહોંચવાના હતા.
એમની સાથે યુનિટના સભ્યો પણ બાકુ પહોંચવાના હતા. પરંતુ આટલી મોટી સંખ્યા જોઇને ડિરેક્ટરે શૂટિંગનું સ્થળ બદલી નાંખ્યું.
બાકુમાં એક ગીતના શૂટિંગ માટે તૈયારી કરવા ત્રણ-ચાર સભ્યો તો ઓલરેડી પહોંચી ગયા છે. પરંતુ ડિરેક્ટર પ્રભુ દેવાએ એમને વહેલી તકે ભારત બોલાવી લીધા છે. ફિલ્મમાં સલમાન-દિશા ઉપરાંત રણદીપ હૂડા અને જેકી શ્રોફ પણ કરામ કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39wXVUJ
ConversionConversion EmoticonEmoticon