કાપડમાં ઘરાકી માટેના મોરલમાં સુધારો: માર્ચમાં નાણાંભીડ વધવાનાં સંજોગ


કાપડ બજારમાં માર્ચ મહીનો એટલે એડવાન્સ ટેક્સ, વ્યાજ, લોન રિ-પેમેન્ટ, એલઆઈસી પ્રીમીયમ, ટીડીએસના ભરવા પડતા પૈસા, શરાફી વ્યવહારના વ્યાજ , દલાલી, કમિશન, સરકારી સિકયોરિટીમાં રોકાણ કરવું પડતું હોવાના લીધે નાણા કાપડ બજારમાંથી ઓછા થઈ જતા હોય છે. આના પરિણામે માર્ચ મહિનામાં કારમી નાણાભીડ અને પેમેન્ટના ચક્રમાં રૂકાવટ આવતી જોવા મળી રહેલ છે. કાપડ બજારમાં આમ પણ નાણાભીડ ના લીધે વેપારી વર્ગ પોતાના કમીટમેન્ટ સાચવી શક્તા નથી.

વધુમા વેચેલા માલના પેમેન્ટ પણ સમયસર આવતા નહિ હોવાના લીધે કાપડ બજારમાં નાણાભીડ કાયમીની થઈ ગયેલ છે વધુમાં બેન્કો પણ કાપડ સાથે સંકળાયેલા વર્ગ માટે નેગેટીવ એપ્રોચ રાખતા બજારમાં નાણાની સાયકલ બરાબર ચાલતી નથી. વધુમાં માર્ચ મહિનામાં બેન્કોની વધારે પડતી રજાઓના લીધે પણ નાણાની સાઈકલ બરાબર ચાલી રહેલ નથી. માર્ચ મહિનામાં તારીખ ૧-૮-૧૫-૨૨ અને ર૯ તારીખે રવિવારના શનિવારે બેન્કો બંધ રહેતી હોય છે. જ્યારે તારીખ ૧૪ અને ૨૮ તારીખે શનિવારે બેન્કો વર્કિંગ કરતી નથી. અને ૧૦ તારીખે ધૂળેટી અને રપ તારીખે ચેટીચાંદના લીધે બેન્કો બંધ રહેતી હોય છે.

આમ માર્ચ મહિનામાં  બેન્કો કુલ નવ દિવસ વર્કીંગ કરતી નથી. આના લીધે બજારમાં નાણાની સાયકલ ખરાબ થતી હોય છે. દેશમાં હવે ઠંડી ઘટી જવાના લીધે અને ગરમી ચાલુ થઈ જતા ગરમીના ચાલતા માલોના ઉત્પાદન માટે સારા ઓર્ડર હાથમાં છે. વધુમાં આગળ લગ્નગાળો, સ્કૂલ યુનિફોર્મના માલો અને ગરમીના ચાલતા માલોની ઘરાકીમાં સુધારો થવા પામેલ છે. ચીનમાં ચાલી રહેલ કોરોના વાઈરસના લીધે ભારતીય ટેક્ષટાઈલને ફાયદો થવાની ગણત્રીએ બજારનું મોરલ સુધરવા પામેલ છે.  ચીનના માલો જે બાંગ્લાદેશ થઈને ભારતમાં ઠલવતા હતા તે પરિસ્થિતિમાં ફેરફાર થવા લાગ્યો છે. અને તેનો સીધો લાભ કાપડ બજારમાં લોકલ તથા દેશાવરોના બજારમાં થવા લાગ્યો છે. બજારમાં નવો ઓકિસજન આવેલ છે અને કાપડની લેવાલી અને ઉત્પાદન લેવલે સારી પૂછપરછ શરૂ થવા લાગેલ છે.

બજારના મોરલ અને અંડરટોન મજબૂત થવા પામેલ છે. વધુમાં ઈન્ટરનેશનલ લેવલે ફુડ અને પેટ્રોલના ભાવના ઘટાડાના લીધે આગળ ફુગાવાના દર ઘટી શકે છે અને ફુગાવાના દર ઘટતા વ્યાજના દરમાં ઘટાડો આવી શકે. જે ઈકોનોમી માટે આર્શીવાદ સમાન પુરવાર થાય. અત્યારે ઈન્ટરનેશનલ લેવલ ફુડમાં જો ૧ ડોલરનો ઘટાડો થાય તો ચીનમાં ચાલી રહેલ વાયરસના લીધે ઘર આંગણે બહાર આયાતકારોના ઓર્ડર વધવા પામેલ છે. વધુમાં અમેરિકાના સંબંધોમાં નવો વળાંક આવતા તેની પણ સારી અસર આગળ થશે. બજારમાં ગરમીની સિઝનમાં ચાલતા માલોમાં ઝીણા માલોમાં મલમલ, કેમ્રિકમાં સુધારો થવા પામેલ છે.

વધુમાં આગળ સ્કૂલ યુનિફોર્મમાં માલોમાં ઘરાકી માટે સારા ઓર્ડરો પાવરલુમ અને કમ્પોઝીટ મીલો પાસે આવતા થયેલ છે. જોકે દિલ્હી બાજુના તોફાનો અને ર માર્ચથી ૯ માર્ચ સુધી હોળાષ્ટક હોવાના લીધે કાનપુર અને નોર્થ બાજુના ઓર્ડરો ઓછા રહેશે. ઘરાકી ધૂળેટી પછી વધુ ચાલશે. પરંતુ બીજી બાજુ માર્ચ એન્ડીંગના લીધે નાણાભીડ ઓછી થવાના સંજોગો ઓછા છે. આમ કાપડ બજારમાં ઘરાકી ચાલવા અને ઓછી ચાલવા માટેના પોઈન્ટ છે. જોકે અત્યારે તબક્કે બજારમાં ઘરાકી ચાલવા માટેના સંજોગો વધુ જોવા મળી રહેલ છે.

કપાસ અને યાર્નમાં ભાવ ઘટાડો 

આ વર્ષે વરસાદ સારો થવાના લીધે કપાસનો વિપુલ પાકનો અંદાજ છે. વધુમાં કપાસ, યાર્નનું નીકાસ થવાની ગણત્રી ઘટી જવા પામેલ છે. નિકાસ ઘટતા ઘરઆંગણે વેચવાનું દબાણ વધવા પામેલ છે. ભારત દર મહિને ર થી ૨.૫ કરોડ કિલો કોટન યાર્નની નિકાસ ચીનમાં કરે છે પરંતુ હાલ વાઈરસના લીધે આ કામકાજને અસર થવા પામેલ છે. સ્થાનિક બજારમાં માલો વધુ પડતા આવતા ભાવમાં ઘટાડો થવા પામેલ છે. ચીનમાં ચાલી રહેલ વાઈરસના લીધે દુનિયાના બીજા દેશો જે ચીનથી માલો લે છે તેના માટે બીજા વિકલ્પ શોધી રહેલ છે. જેનો સીધો ફાયદો બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા, વિયેતનામને થશે તેવી ગણત્રી મુકી શકાય.

કાપડના ભાવ 

એરજેટ લૂમના ૧૮ કીલો કવોલીટી ૩૦/૩૦ ૬૩ પનો ગ્રેના ભાવ રૂ. ૪પ થયેલ છે. પોપલીન એરજેટમાં ૬૩ પનો ગ્રે ૪૦/૪૦ ૧૩ર/૭ર કવોલીટી રૂ૬૮ માં માલો વેચાય છે. પ૦ પીસી ૮૦/૭૬ ૮પ૦૦ કવોલીટી ગ્રેના ભાવ રૂ. ર૦ અને ૪પ પીવી ૮૦/૭૬ ૧૦૭૦૦ ગ્રે રૂ. ર૮માં સોદા થયેલ છે. ય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vmvNFg
Previous
Next Post »