હું ૨૧ વરસની યુવતી છું. રૂક્ષ ત્વચા માટેના પેક જણાવશો.
હું ૧૯ વરસની યુવતી છું. છેલ્લા થોડા વખતથી મારા ચહેરા પર લાલ દાણા નીકળે છે. મારો વાન ગોરો છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
એક યુવતી ( મુંબઇ)
* આ એક પ્રકારના ખીલ છે. ચા,કોફી,મસાલેદાર વાનગી,તેમજ તૈલીય વાનગીઓ આરોગવાથી આ પ્રકારની તકલીફ થાય છે. તેમજ વધુ પડતા સૌંદર્ય પ્રસાધનોના વપરાશથી પણ આ પ્રકારના ખીલ થાય છે. જેથી તમે રોજિંદા આહારમાંથી તળેલી,મસાલેદાર વાનગીઓનું પ્રમાણ નહીંવત કરી નાખશો.માનસિક તાણ ચિંતા તથા પ્રદૂષણથી બચશો. કેમિકલયુક્ત સૌંદર્ય પ્રસાધનનો વપરાશ કરશો નહીં. લેમન અને હની વોશથી પ્રતિદિન ચહેરો ધોશો.
એક ચમચો ચંદન પાવડર,ચપટી હળદર અને જાયફળનો ભૂક્કો અને થોડું દૂધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. દિવસમાં ચાર-પાંચ વખત ચહેરો ધોવો. રાતના સૂતા પહેલાં કોથમીર અને ફૂદીનાના રસમાં ચપટી હળદર ભેળવી ચહેરા પર લગાડવું. કબજિયાત હોય તો રાતના દૂધની સાથે ત્રિફળા ચૂરણ લેવું.
હું ૩૫ વરસની મહિલા છું. તડકામાં વારંવાર બહાર જવાથી ત્વચા કાળી પડી ગઇ છે તેમજ ઢીલી થઇ લબડી પડી છે.જેથી હું મોટી દેખાઉં છું.
એક મહિલા (અમદાવાદ)
* જે શાકમાં પાણીનું પ્રમાણ વધારે હોય તેનું સેવન વધારશો. ઉદાહરણ તરીકે ખીરા,કાકડી,ટિંડસા તથા પાંદડાયુક્ત ભાજીનું પ્રમાણ વધારશો.
પાંચ બદામને વાટી તેમાં એક ચમચો ક્રિમ ભેળવી ચહેરા પર લગાડવું. ચહેરા અને ગરદન પર આ પેસ્ટથી હળવો મસાજ કરવો. સુકાઇ જાય બાદ ઘોઇ નાખવું. તલ,તુલસીના પાન અને ચપટી હળદર તથા જાઇતા પ્રમાણમાં પાણી ભેળવી પેસ્ટ બનાવી નિયમિત લગાડવું. ગુલકંદ દૂધ સાથે એક મહિનો ખાવું.
હું ૨૦ વરસની યુવતી છું. સામાન્ય ત્વચા માટેના પેક જણાવશો.
એક યુવતી ( ભરૂચ)
* એક ગાજરને ખમણી નિચોવી તેનો રસ લેવો. આ જ્યૂસ ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોવો. ત્વચા સ્વચ્છ થશે.
લેમન ગ્રાસને થોડા પાણીમાં ઉકાળી ઠંડું કરી બરફની ટ્રે માં ભરી ફ્રિજરમાં બરફની માફક મૂકવું. આ ક્યૂબને ચહેરા પર લગાડવા.
હું ૨૫ વરસની યુવતી છું. મારા વાળ ખરવા લાગ્યા છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો
એક યુવતી (બિલિમોરા)
* તમારા રોજિંદા આહારમાં લીલા તાજા શાક તથા પાંદડાયુક્ત ભાજીનું પ્રમાણ વધારશો. તેમજ વિટામિન એ તથા સોયાબિન લેશો. વિટામિન એ માટે ગાજર નિયમિત ખાશો. પાલકનો રસ પણ ફાયદાકારક નીવડશે. અઠવાડિયે બે વખત ભૃંગરાજ તેલ નાખશો. ધોયેલી અડદની દાળ અને મેથીની પેસ્ટ બનાવી અઠવાડિયામાં ત્રણ વખત લગાડવી. કાકડીનો રસ વાળમાં માલિશ કરવાથી રક્તભ્રમણ બરાબર થશે તેમજ વાળને પોષણ મળશે.
હું ૨૧ વરસની યુવતી છું. રૂક્ષ ત્વચા માટેના પેક જણાવશો.
એક યુવતી (સુરત)
* થોડી ખસખસ રાતના ભીંજવી. સવારે દૂધ સાથે વાટવી. પેસ્ટ બનાવવા જોઇતું હોય તેટલું જ દૂધ લેવું. આ પેસ્ટ ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો. ખસખસમાં કુદરતી તેલ મોજૂદ છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ પૂરું પાડે છે.
કાચા દૂધને ચહેરા પર હળવે હળવે મસાજ કરતાં લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું.
હું ૩૨ વરસની મહિલા છું. ઠંડીમાં મારા પગ બરફ જેવા ઠંડા થઇ જાય છે. ત્યારે મને ચાલવાની પણ તકલીફ પડે છે. મારી આ સમસ્યાનું નિરાકરણ જણાવશો.
એક મહિલા (મુંબઇ)
ઠંડી અસહ્ય બને એટલે ખાસ કરીને પગ લલચોળ થઇ જતા હોય છે. સૂતાં પહેલાં હૂંફાળા પાણીથીપાણીમાં પગ ડૂબાડી પગને શેક આપવો. હુંફાળા તલના તેલથી પગને માલિશ કરવું. જેથી રક્તભ્રમણ થાય. દિવસ દરમિયાન પગમાં મોજા પહેરો.નિયમિત કરવાથી ફાયદો થશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38yCSA5
ConversionConversion EmoticonEmoticon