નડિયાદ, તા.06 માર્ચ 2020, શુક્રવાર
ડાકોર મૂકામે યોજાનાર ફાગણોત્સવ-૨૦૨૦ બંધ રાખવામાં આવ્યો છે.જિલ્લા સમાહર્તા દ્વારા સાંપ્રંદ સમયને ધ્યાને રાખી યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ બંધ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.
ડાકોર મૂકામે રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા દ્વારા તા.૭ અને ૮ માર્ચના રોજ યોજાનાર મહોત્સવનુ આયોજન મૂલતવી રાખવામાં આવ્યુ છે.ડાકોર ના ગાયોના વાડાવાળા રોડ પર આ મહોત્સવનુ આયોજન કરાયુ હતુ જે યાત્રીકોની સલામતીને ધ્યાને રાખી બંધ રાખવાનો નિર્ણય જિલ્લા કલેકટરે કર્યો છે.આ ઉપરાંત કોરોના વાયરસ ન ફેલાય અને યાત્રિકોની સલામતી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હોવાનુ જિલ્લા કલેકટરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TsDKBV
ConversionConversion EmoticonEmoticon