
આજે મેક-અપની દુનિયામાં રંગોની બાબતમાં ખૂબ મોટી ક્રાંતિઓ થઈ રહી છે. આપણે મેક-અપ અને વસ્ત્રોનાં ઋતુ કે આપણી પોતાની પસંદગી પ્રમાણે રંગો વાપરતા હોઈએ છીએ. પણ આજના કલર થેરાપિસ્ટની નજરે તે જરૂરી નથી કે આપણે જે રંગો વાપરીએ તે આપણા સ્વભાવને અનુકૂળ હોય. એક કલર એક્સપર્ટ માને છે કે એવા રંગોની પસંદગી કરવી જોઈએ જે તમને બાહ્ય રીતે પ્રભાવશાળી તો દેખાડે. સાથે તમારી માનસિક લાગણીઓને પણ તમામ કાબૂમાં રાખી વ્યક્ત કરી શકે. રંગોની સાચી પસંદગી સામા માણસ પર પડતો તમારા વિશેનો ખોટો પ્રભાવ દૂર કરી શકે છે. ખોટા રંગોની પસંદગીથી તમારો સ્વભાવ અને મેળ વગરનાં રંગો બન્નેનો ઘર્ષણ થવાનો સંભવ રહે છે.
''કોઈપણ રંગ માત્ર બાહ્ય દેખાવની સુંદરતા ઊભી કરવામાં મદદ નથી કરતો, સાથે સાથે તે આપણા શારીરિક અને આધ્યાત્મિક લાગણીતંત્ર ઉપર પણ અસર કરે છે. રંગોમાં શક્તિ હોય છે. જે તમારી જાત ઉપર ઊંડે સુધી અસર કરે છે. એ આપણા મૂડ અને વ્યક્તિત્વ ઉપર અસર કરે છે. કોઈપણ રંગ સારો કે ખરાબ હોતો નથી. પણ જે રંગ વાપરો તેમાં સંભાળ લેવાવી જ જોઈએ.''
રંગોની તમારા પર શું અસર થાય છે તે જોવા માટે એક વખત વિવિધ રંગના પોશાક પહેરીને મનની સ્થિતિનું નિરીક્ષણ કરવું જોઈએ. તમે પહેરેલા કોઈપણ રંગોનો શેડ તમારા વિચારોનું પ્રમાણિકપણે પરાવર્તન કરે છે. અને આ વિચારો સામા માણસ સુધી પણ પહોંચી શકે છે.
ક્યારે, કયો રંગ પસંદ કરશો?
જ્યારે તાજી ચાની ચૂસકીથી પણ તમારી આળસ ન ઊડે તો ઓરેન્જ રંગની લિપસ્ટિકથી તમે તાજગી અનુભવશો.
રજાની બપોર શાંતિથી અને સ્વપ્નોભરી જાય એવું તમે ઈચ્છો છો? તો પછી આછા ગુલાબી રંગની લિપસ્ટીક પસંદ કરો.
જો તમે શરમાળ સ્વભાવના હો તો લાલ રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરી તમારા શરમના કોચલામાંથી બહાર આવી શકો છો? લાલ રંગથી તમે મુક્તતા અનુભવશો.
મોવ અને આછા જાંબલી રંગોથી તમે તમારા આધ્યાત્મિક સ્વભાવનો પરિચય કરાવી શકો.
કુદરતી રંગોની પસંદગી દ્વારા તમે તમારા બોસ પાસે તમારી ચોખ્ખી અને પ્રભાવશાળી છાપ ઉપજાવી શકો.
જ્યારે તમે તમારી ગંભીરતાથી નોંધ લેવાય તેવું ઈચ્છતા હો ત્યારે કુદરતી રંગોને સજ્જડપણે વળગી રહો.
કેવા રંગોની પસંદગી કરવી?
લાલ : શરમાળ વ્યક્તિ લાલ રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરે તો તે એવું સૂચન કરે છે. ''તમે મારી તરફ નજર કરો. હું લોકોનું ધ્યાન ખેંચવા માંગુ છું.'' આ રંગથી લોકો તમારી તરફ આકર્ષાય છે.
કુદરતી રંગો : આ રંગ મોટા ભાગના લોકો પસંદ કરે છે. જે લોકો આ રંગની પસંદગી કરે છે તેઓ પોતાનામાં જ મસ્ત રહેતા હોય છે. આ રંગથી લોકો તમારા વિશે ખોટી છાપ ધરાવતાં પહેલાં બે વાર વિચાર કરે છે.
ઘેરો ગુલાબી : ઘેરો ગુલાબી રંગ બીજાને આકર્ષવાના તમે પ્રયત્નો કરી રહ્યા છો એવી છાપ ઊભી કરે છે.
તમે મુક્ત મિજાજના છો એવો દેખાવ પણ ઊભો કરે છે. સફળતાની દોઢ મૂકનારાઓ માટે આ રંગ આદર્શ છે.
ઘેરો જાંબલી : આ રંગની લિપસ્ટિકથી એવો દેખાવ ઊભો થાય છે કે તમે કોઈપણ સામાન્ય લોકોથી અલગ દેખાવા માંગો છો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32K6tVE
ConversionConversion EmoticonEmoticon