
મુંબઇ, તા. 1 માર્ચ, 2020, રવિવાર
અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન'ની નિર્માત્રી પ્રેરણા અરોરાને કોર્ટના અપમાન બદલ છ મહિનાના સજા ફટકારવામાં આવી હતી.'રૂસ્તમ',ટોયલેટ એક પ્રેમ કથા અને 'પેડમેન'જેવી સફળ ફિલ્મો બનાવનાર પ્રેરણા અરોરાને જસ્ટિસ જે.એસ.કુલકર્ણીએ આઝાદ મેદાન પોલીસ સમક્ષ બીજી માર્ચે હાજર રહેવા આદેશ કર્યો હતો. ઉપરાંત હાઇકોર્ટે પ્રેરણા વિરૂધ્ધ બિન જામીન પાત્ર વોરન્ટ પણ જારી કર્યો હતો.
ગોથિક એન્ટરટેઇન્ટમેન્ટ દ્વારા પ્રેરણા અને પ્રોતિમા જેઓ ક્રિઅર્ઝ એન્ટરટેઇન્ટમેન્ટના ડાયરેકટર છે તેમની વિરૂધ્ધ પૈસાના મામલે કેસ થયો હતો. ગોથિક એન્ટરટેઇન્ટમેન્ટ અને ક્રિઅર્ઝ એન્ટરટેઇન્ટમેન્ટ વચ્ચે કોર્ટમાં એવા કરાર થયો હતો કે પ્રેરણા અરોરાના પ્રોડકશન હાઉસ તરફથી ગોથિકને રૂપિયા પચીસ કરોડ આપવાના રહેશે. પરંતુ ક્રિએર્ઝ એન્ટરટેઇન્ટમેન્ટ દ્વારા 2.5 કરોડ રૂપિયોનો હપ્તો ભરવામાં આવ્યો નહતો.
ઉપરાંત હપ્તાનો જે ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ થયો હતો.ત્યાર પછી ગોથિક અન્ટરટેઇન્ટમેન્ટે ન્યાય મેળવવા કોર્ટનો આશરો લેવામાં આવ્યો હતો.પાંચ ફેબુ્રઆરીએ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે પ્રેરણા દ્વારા હપ્તાની રકમ આપવામાં આવી નથી.
કોર્ટે નોટીસ જારી કરી પ્રેરણાને પૂછ્યું હતું કે કોર્ટના આદેશને નહીં માનવા બદલ તમારી સામે કોર્ટના અપમાનનો કેસ કેમ ના કરાય? પરંતુ પ્રેરણા તરફથી તેનો કોઇ જ જવાબ અપાયો નહતો.
અંતે કોર્ટે માની લીધું કે ખોટા આશ્વાસનો આપીને પ્રેરણા કોર્ટ અને ગોથિક બંનેને ગેરમાર્ગે દોરે છે. પરિણામે પ્રેરણાને છ મહિનાની સજા આપવા આદેશ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પ્રેરણા આઠ મહિના સુધી જેલની હવા ખાઇ ચૂકી હતી.પ્રેરણા સામે છેતરપિંડી અને પૈસા પરત નહીં કરવાના આરોપ હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32R5ByV
ConversionConversion EmoticonEmoticon