
નડિયાદ,તા. 29 ફેબ્રુઆરી 2020, શનિવાર
મહુધામાં વ્યક્તિ પર લુગ્દી જેવુ પદાર્થ ફેકી થેલો અને પૈસાની ઉઠાંતરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહુધા કોલેજના પ્રોફેસર નારણભાઇ સોલંકી પોતાની પાસે રહેલ એક થેલામાં રોકડ રૂા.એક લાખ નવ હજાર,તથા એસ.બી.આઇ બેંકની પાસ,ત્રણ ચેકબૂક,બે દેનાબેંકની ,એક એસ.બી.આઇ બેંકની સહી વગરની પાસ બુકો નંગ-૩ મળી કુલ રોકડ અને પાસબૂક ભરેલો થેલો પીઠ પાાછળ લટકાવીને જતા હતા.આ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ નારણભાઇના શર્ટની પાછળ લૂબ્દી જેવુ કોઇ પદાર્થ ચોટાડયુ હતુ.જેથી નારણભાઇ શર્ટને હાથ અડાડતા હાથ બગડયા હતા.જેથી નારણભાઇ મહુધા ગામના વડા તળાવની પાળી ઉપર ખુલ્લી જગ્યામાં પૈસા ભરેલ થેલો તળાવની પાળ પર મૂકી તળાવની કિનારે ધોવા માટે ગયા હતા.
આ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમ થેલામાં મૂકેલ પાસબૂક નંગ-૧,ત્રણ ચેકબૂક,અને રોકડ રૂા.એક લાખ નવ હજાર ની મત્તા થેલો લઇ ફરાર થઇ ગયા હતા.
આ બનાવ અંગે નારણભાઇ ભીખાભાઇ સોલંકી રહે,બલોલ રામજી મંદિર પાસે તા.મહુધાએ મહુધા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્દ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32BKdxg
ConversionConversion EmoticonEmoticon