
સાપ દર મહિને આ આવરણ બદલે છે. ચામડી ઉપરના આ આવરણને કાંચળી કહે છે. તે બગડી જાય ત્યારે સાપ તેને બદલવા માટે દરમાં સંતાઈ જાય છે. આ સમયે નવું આવરણ તૈયાર થાય છે. જૂના પડની નીચે ચીકણું પ્રવાહી ઉત્પન્ન થાય છે. સજીવ સૃષ્ટિમાં શરીરનું રક્ષણ મહત્ત્વનું છે. વિવિધ ભૌગોલિક સ્થિતિ, વિવિધ હવામાન અને પર્યાવરણમાં રહેનારા પ્રાણીઓમાં શરીરના બાહ્ય રક્ષણ માટે વિવિધ કુદરતી તરકીબો હોય છે. કેટલાકના શરીરના ઉપર ભરચક વાળ હોય છે. કેટલાકની ચામડી જાડી હોય છે તો કેટલાકને સખત કવચ હોય છે.
પરંતુ સાપની વાત જુદી છે. સાપ, અજગર જેવા પગ વિનાના પેટ ઘસડીને ચાલનારા પ્રાણીઓને લચીલા શરીર હોય છે. સાંકડા દરમાં પેસતી વખતે ચામડી ઘસાતી હોય છે. સાપની ચામડી હંમેશાં સુંવાળી રહે તે જરૂરી છે. આ માટે સાપના શરીર પર પારદર્શક આવરણ હોય છે. સાપ દર મહિને આ આવરણ બદલે છે. ચામડી ઉપરના આ આવરણને કાંચળી કહે છે. તે બગડી જાય ત્યારે સાપ તેને બદલવા માટે દરમાં સંતાઈ જાય છે. આ સમયે નવું આવરણ તૈયાર થાય છે. જૂના પડની નીચે ચીકણું પ્રવાહી ઉત્પન્ન થાય છે. નવું આવરણ તૈયાર થાય એટલે સાપ મોજામાંથી બહાર નીકળતો હોય તે રીતે કાંચળી તોડીને બહાર આવે છે. જૂની કાંચળી છોડીને તે ચાલ્યો જાય છે. જંગલમાં આવી જૂની કાંચળી ઘણીવાર જોવા મળે છે. આ કાંચળી સફેદ રંગના પારદર્શક પ્લાસ્ટિક જેવી હોય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PyzQF3
ConversionConversion EmoticonEmoticon