જંતુજગતનું જાણવા જેવું


મેલેરિયા ફેલાવતાં એનોફિલિસ મચ્છર વિશ્વમાં સૌથી વધુ મોત માટે જવાબદાર છે. તે પ્લાઝમોડિયમ નામના જીવાણુ દ્વારા મેલેરિયા ફેલાવે છે. નવાઈની વાત એ છે કે પ્લાઝમોડિયમ જીવાણુ મચ્છર વિના નિર્દોષ જીવાણુ છે.

* સૌથી વજનદાર જંતુ ગોલિયાથ બિટલ નામનું જીવડું ૪.૩૩ ઈંચ લાંબુ હોય છે અને વજન લગભગ ૨૦૦ ગ્રામ.

* સૌથી મોટો વંદો કોલંબિયામાં જોવા મળતો મેગાલોબ્લાટા લગભગ ૪ ઈંચ લાંબો અને બે ઈંચ પહોળો હોય છે.

* સૌથી લાંબુ જંતુ બોર્નિયોનું 'સ્ટિક બગ' છે. લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં તેનો એક નમૂનો જોવા મળે છે. તે ૧૨.૯ ઈંચ લાંબું છે.

* વિશ્વનું સૌથી નાનું જંતુ ફિધર વિંઝ બિટલ છે તે બેક્ટેરિયા જેવડું જ હોય છે.

* સૌથી ઝડપી ચાલનારા જંતુ જંગલી વંદા છે તે દર સેકંડે પોતાની લંબાઈ કરતાં ૫૦ ગણું અંતર કાપી શકે છે.

* સૌથી વધુ પગ ધરાવતા જંતુ કાનખજૂરા છે. દક્ષિણ યુરોપના જંગલમાં ૧૭૭ જોડી પગવાળા કાનખજૂરા જોવા મળે છે.

* વિશ્વમાં માખીની બે હજાર જેટલી જાત છે. તેમાં સૌથી ઊંચો કૂદકો મારનારી કેટ ફ્લાય ૩૪ ઈંચ ઊંચો કૂદકો મારે છે.

* મેલેરિયા ફેલાવતાં એનોફિલિસ મચ્છર વિશ્વમાં સૌથી વધુ મોત માટે જવાબદાર છે. તે પ્લાઝમોડિયમ નામના જીવાણુ દ્વારા મેલેરિયા ફેલાવે છે. નવાઈની વાત એ છે કે પ્લાઝમોડિયમ જીવાણુ મચ્છર વિના નિર્દોષ જીવાણુ છે.

* વિશ્વનો સૌથી મોટો કરોળિયો ફ્રેંચ ગીયાનામાં ૧૯૬૫માં મળી આવેલો. તે ૧૧.૦૨ ઈંચનો ઘેરાવો ધરાવતો હતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TnsAwV
Previous
Next Post »