
મુંબઇ,તા.19 ફેબ્રુઆરી 2020 બુધવાર
આદિત્ય રોય કપૂર અને દિશા પટાણીની ફિલ્મ હાલમાં જ રિલીઝ થઇ છે. હવે આ જોડી ફરી એક વખત રૂપેરી પડદે ધમાલ મચાવવા આવી રહી છે. એક્તા કપૂર આદિત્ય અને દિશાની કેમેસ્ટ્રીને રૂપેરી પડદે વટાવવા ઉત્સાહિત છે.
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, આદિત્ય રોય કપૂર અને દિશા પટાણી મોહિત સૂરીની આગામી ફિલ્મ ' એક વિલેન ટુ'માં જોવા મળશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને આદિત્ય રોય કપૂરનો એક બીજા સાથે ટકરાવ જોવા મળવાનો છે. આ ઉપરાંત બે અભિનેત્રીઓનો પણ ટકરાવ થવાનો છે. આ એક એકશનથી ભરપુર ફિલ્મ હશે.
અન્ય એક સૂત્રના અનુસાર, દિશાએ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી છે, અને તેને પસંદ પણ પડી છે. પરંતુ તેણે હજી સુધી આ ફિલ્મ સાઇન કરી નથી.
આ ફિલ્મને એકતા કપૂર અને ભૂષણ કુમાર સહ-નિર્માણ કરી રહ્યા છે. આવતા વરસની ૮ જાન્યુઆરીએ આ ફિલ્મને રિલીજ કરવાની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SIv9dU
ConversionConversion EmoticonEmoticon