સર્ફસ્માર્ટ: તમારા ઇન્ટરનેટ સર્ફિગને જરા વધુ ધારદાર બનાવે તેવી અવનવી વાતો...


ક્રોમમાં બીજાં સરખાં પેજ શોધો

ઇન્ટરનેટ માહિતીનો મહાસાગર છે અને એ જ તેની સૌથી મોટી તકલીફ છે. આપણને જોઇતી માહિતી શોધવામાં ગૂગલ ઘણે ઘણે અંશે મદદરૂપ થાય છે તેમ છતાં ઘણું બધું કન્ટેન્ટ, જે આપણને ઉપયોગી થઈ શકે તેમ હોય તે આપણી નજરથી દૂર રહી જાય છે.

તેનું કારણ એ છે કે આપણે એ જ વસ્તુ સર્ચ કરી જ શકીએ છીએ જેના વિશે આપણા મગજમાં અમુક ચોક્કસ શબ્દો રમતા હોય. તેની આસપાસનું કન્ટેન્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય તેમ છતાં આપણે સર્ચ ન કરી શકીએ એટલે નજરમાં આવતું ન હોય.

આના ઉપાય તરીકે તમે પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં ‘ગૂગલ સિમિલર પેજિસ’ નામનું એક એક્સટેન્શન ઉમેરી શકો છો. તેનો લાભ લેવા માટે...

ક્રોમ વેબસ્ટોર (https://chrome.google.com/webstore)માં જાઓ.

તેમાં Google Similar Pages સર્ચ કરો.

‘એડ ટુ ક્રોમ’ બટન ક્લિક કરીને આ એક્સટેન્શન ક્રોમ બ્રાઉઝરમાં ઉમેરી દો.

તમે જ્યારે ક્રોમમાં કોઈ પેજ જોઈ રહ્યા હો ત્યારે જમણી તરફ સિમિલર પેજિસના આઇકનને ક્લિક કરતાં આ સર્વિસ પોતે આપણા વતી, આપણે જોઈ રહ્યા હોઇએ તે પેજને સંબંધિત પેજિસ સર્ચ કરશે અને તેની લિન્ક્સ આપણને બતાવશે.

આ એક્સટેન્શન ગૂગલે જ ડેવલપ કરેલું છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cjPuOo
Previous
Next Post »