
પેટ ઉપરની ચરબીને 'બેલી ફેટ' કહેવાય તેને ઓછી કરવાનું તમારા હાથમાં છે.
૧. પહેલા નક્કી કરો તમારા પેટ ઉપર કેટલી ચરબી છે
તમારા પેટ ઉપરની ચરબી માપવાનું બહુ સહેલું છે. એક મેઝરટેપની પટ્ટી તમારા બંને બાજુના 'હિપ બોન'થી થોડા ઉપર મેઝરટેપની પટ્ટી આવે તે રીતે રાખી તમારા પેટનો ગોળાકાર માપો પુરૂષો માટે જો આ માપ ૪૦ ઇંચ (૧૦૨ સેન્ટીમીટર) વધારે હોય અને સ્ત્રીઓ માટે ૩૫ ઇંચ (૮૮ સેન્ટીમીટર)થી વધારે હોય તો તેમને 'એબ્ડોમિનલ ઓબેસિટી' કે 'બેલી ફેટ' છે એમ કહેવાય.
૨. જેનો વૈજ્ઞાાનિક આધાર છે અને પ્રયોગોથી સિદ્ધ થયેલા છે તેવા અમેરિકા સ્થિત પ્રખ્યાત 'મેયો ક્લિનિક'ના વૈજ્ઞાાનિકોએ થોડા ખાત્રીદાયક પણ અમલમાં મુકવામાં તમને ઘણી મુશ્કેલી પડે તેવા પ્રયોગો તમારી બેલી ફેટ ઓછા કરવા સૂચવ્યા છે. જો ખરેખર તમારે તમારી પેટ ઉપરની ચરબી 'બેલી ફેટ'ને ઓછી કરવી હોયતો જ તેને અમલમાં મુકશો. અમલમાં મુકવામાં કોઈ નુકસાન નથી.
પ્રયોગ નં.-૧
થોડું મુશ્કેલ છે પણ ખાંડ અને ખાંડવાળા બધા જ ખોરાક તદ્દન બંધ કરી દો.
ખાંડ (રિફાઇન્ડ સુગર) અને લિક્વિડ સુગરમાં અર્ધો ભાગ ગ્લુકોઝ અને અર્ધો ભાગ ફક્ટોઝ છે. આ ફ્રક્ટોઝનું શરીરના ઉપયોગ માટે રૂપાંતર (મેટબોલાઇઝમ) કરવાનું કામ લિવર કરે છે. જો તમારા ખોરાકમાં 'રિફાઇન્ડ સુગર' કે લિક્વિડ સુગર વધારે હોય તો લિવર તેમાં રહેલા વધારાના ફ્રુક્ટોઝનું રૂપાંતર ચરબીમાં કરે છે. આ ચરબીનો મોટો ભાગ તમારા પેટ ઉપર અને થોડો લિવર પર જમા થાય છે. તમે જાણો છો કે ખાંડ એટલે કે રિફાઇન્ડ સુગરનું પ્રમાણ તમારા ખોરાકમાં વધારે હોય છે. ચા, કોફી, લસ્સી, દાળ, શાક, કઠોળમાં અને વાર-તહેવારે પાર્ટીઓમાં કે શુભપ્રસંગે મીઠાઈ અને ઘણી જાતના ગળ્યા પદાર્થો તમે ખાઓ છો ત્યારે તમારા શરીરમાં ખાંડ પુષ્કળ પ્રમાણમાં જાય છે. રિફાઇન્ડ સુગર કરતા પણ ખરાબ 'લિક્વિડ સુગર' ગણાય જે મોટે ભાગે બજારમાં વેચાતા શરબતો, એરેટેડ પીણા, ફ્રૂટ જ્યુસ, લસ્સી અને કોઈ ઠેકાણે ચા અને કોલ્ડ કોફી કે ચોકલેટ જેવા પીણામાં પણ નાખવામાં આવે છે. બજારમાં મળતા દરેક પ્રકારના સ્વાદમાં ગળ્યા લાગે તેવા બ્રેડ, બિસ્કીટ, કેેેક, પેસ્ટ્રી અને નાનખટાઈમાં લિક્વિડ સુગર વાપરવાને કારણે તમે જ્યારે આવી વસ્તુઓ ખાઓ છો ત્યારે તમારા શરીરમાં ફ્રુક્ટોઝ વધારે જાય છે. બેલીફેટ ના વધારવી હોય તો આજથી રિફાઇન્ડ સુગર લિક્વિડ, સુગર અને તેમાંથી બનાવેલી બધી જ ખાવાની વસ્તુઓ ભલે તમનેખાવી કે પીવી ગમે સ્વાદમાં સારી લાગે પણ તે તદ્દન બંધ કરો. આની સરખામણીમાં તાજા ફળો ખાવા કે ઘરમાં કાઢેલો ફળોનો રસ સારો કારણ તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ નહિવત હોય છે.
પ્રયોગ નં.-૨
ખોરાકમાં 'પ્રોટીન'નું પ્રમાણ વધારે લો
વજન ઓછું કરવા માટે અને તમારા શરીરનો મેટબોલિક રેટ (ખોરાકનો શરીરના ઉપયોગ માટે રૂપાંતર કરવાની ગતિ) વધારવા માટે તમારે પ્રોટીનનું પ્રમાણ વઘારવું જોઈએ. આ પ્રોટીન પણ એનિમલ પ્રોટીન એટલે કે પ્રાણીજ પદાર્થો જેવા કે દૂધ અને દૂધની બનાવટો, દહીં, મસ્કો (યોગાર્ટ), લસ્સી અને માછલી, ઇંડા, મીટ અને પોલ્ટ્રીમાંથી મળે તે પ્રકારનું હોવું જોઈએ.
પ્રયોગ નં.-૩
ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ ઓછા લો
આગળ જણાવેલ રિફાઇન્ડ સુગર (ખાંડ) અને લિક્વિડ સુગર સિમ્પલ કાર્બોહાયડ્રેટ કહેવાય છે. આ સિવાય ખોરાકમાં કોમ્પ્લેક્ષ કાર્બોહાયડ્રેટસ જે અનાજ, કઠોળ, ફળો, સુકો મેવો અને તેલિબીયામાંથી મળે છે તે અને રોજના નાસ્તામાં લેવાતા સફેદ બ્રેડ અને પાસ્તાનું પ્રમાણ ઓછું કરી દેવાથી તમારા પેટ ઉપર જામી ગયેલી ચરબી (બેલી ફેટ) ઓછી થશે.
પ્રયોગ નં.-૪
ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ વધારો
તમારા ખોરાકમાં ૧૫થી ૨૦ ગ્રામ ચીકણી (વિક્સમ) ફાઇબર લો, બજારમાં મળતા ઓટ્સ, ફાડા (ઘઉંનો જાડો લોટ), શાકભાજી અને ફળોમાંથી મળતી ફાઇબર ઉપરાંત દવાવાળાને ત્યાંથી મળતી સપ્લીમેન્ટ (ગ્લુકોમેનોન) લેવાથી તમારી બેલીફેટ ઓછી થશે.
પ્રયોગ નં.-૫
ભૂલ્યા વગર રોજ ૪૦ મિનિટની એરોબિક કસરતો જેવી કે ચાલવાની, જોગિંગ, તરવાની, સાઇકલ ચલાવવાની, દાદર ચડવા- ઉતરવાની અને હેલ્થ ક્લબમાં કરાવવામાં આવતી કાર્ડિઓ કસરતો નિયમિત ઓછામાં ઓછા છ મહિના કરવાથી બેલીફેટ ઓછી થશે. એક વાદ યાદ રાખશો આસનો, સૂર્ય નમસ્કાર કે પેટના સ્નાયુની કસરતોથી બેલીફેટ ઓછી નહિ થાય.
પ્રયોગ નં.- ૬
તમે રોજ જે ખોરાક ખાઓ છો તેની એક ડાયરીમાં નોંધ રાખો.
આગળ જણાવેલ બધી જ સૂચનાઓ પાળવા છતાં બેલીફેટ ઓછી ના થઈ હોય ત્યારે જો તમે ડાયરીમા ંકયો ખોરાક કેટલો અને ક્યારે ખાઓ છો તે બધી વિગત લખી રાખી હશે તો તમે જ્યાં ભૂલ કરી હશે તે ખબર પડશે જેથી ફરી ભૂલ ના થાય તેવી રીતે ફરી પ્રયોગ કરશો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Da4au
ConversionConversion EmoticonEmoticon