ખંભાત પોલીસે હિંદુ જાગરણ મંચને બદનામ કરાતાં મામલતદારને આવેદનપત્ર


નડિયાદ,તા.28 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

ગળતેશ્વરના હિન્દુ જાગરણ મંચ દ્વારા ગળતેશ્વર તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.જેમાં ખંભાત પોલીસ દ્વારા હિન્દુ જાગરણ મંચને બદનામ કરવા ની પ્રવૃતિ અંગે રજૂઆત કરી છે.

ગળતેશ્વરના હિન્દુ જાગરણ મંચ દ્વારા  ગળતેશ્વર તાલુકા મામલતદારને આપેલ આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતભરમાં અનેક હિન્દુ સમાજ પર મુસ્લિમો દ્વારા લવ જેહાદ,લેન્ડ જેહાદ અને ધંધા રોજગાર આયોજનપૂર્વક જેહાદ થઇ રહ્યો છે.સાગરપંથી ખંભાત જેવી જગ્યાએ પૂર્વ આયોજીત કાવતરા સાથે હિન્દુ સમાજના લોકોના મકાનો સળગાવી દેવામાં આવ્યા છે. તથા ખંભાત,બોડેલી,છોટાઉદેપુર જેવા ગામે ગામ તથા સમગ્ર રાજયમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદની ઘટનાઓ બની રહી છે.જે સામે હિન્દુ સમાજને જાગૃત કરવાનુ હીન્દુ જાગરણ મંચ કરી રહ્યુ છે.

આ ઉપરાંત આવેદપત્રમાં જણાવ્યુ છે કે તા.૨૫-૨-૨૦૨૦ ના રોજ ખંભાત ના સમગ્ર હિન્દુ સમાજ  દ્વારા ખંભાત બંધનુ એલાન અપાયુ હતુ.અને ગવારા ટાવર પાસે ૨૦ થી ૩૦ હિન્દુઓ ભેગા થયા ત્યારે ભોગ બનનાર હીન્દુ સમાજના લોકોઅ પોતાની કથા વર્ણવી અને સમાજ સમક્ષ મુસ્લિમે કરેલો હુમલા અંગે જણાવ્યુ હતુ.

આ બનાવ અંગે તા.૬-૨-૨૦૨૦ ના રોજ આણંદ જિલ્લા હીન્દુ જાગરણ મંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

પરીણામે હીન્દુ જાગરણ મંચના કેતનભાઇ પટેલ તથા નીરજભાઇ જૈન ખંભાતમાં હાજર ન હોવા છતા પોલીસે ખોટી રીતે ફરીયાદ કરી હોવાનો આક્ષેપ કર્યા છે.આ ઉપરાંત ફરિયાદ કરનાર અરજદારની સત્વરે તપાસ કરવાની માંગ કરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3chki2n
Previous
Next Post »