ગૌતમ ગુલાટીએ દાવો કર્યો કે સલમાને બે ફિલ્મની ઓફર કરી


મુંબઇ,27 ફેબ્રુઆરી 2020 શુક્રવાર

પ્યાર કી એક કહાની જેવી નગણ્ય ફિલ્મો કરી અલોપ થઈ ગયેલા ગૌતમ ગુલાટીએ દાવો કર્યો છે કે સલમાન ખાને એને બે ફિલ્મ અને એવી બે સિરી ઝ ઓફર કરી છે. હાલમાં ગૌતમ સલમાન અભિનિત રાધેના શૂટિંગમાં વ્યસત છે.

જોકે આ ફિલ્મનું શૂટિંગ હજી ચાલુ છે અને એ હિસાબે ગૌતમે બોલીવૂડમાં કમબેક પણ નથી કર્યું. એણે કહ્યું કે ખરાબ નસીબને કારણે એના અનેક પ્રોજેક્ટો ડબ્બામાં બંધ થઈ ગયા હતા. જેને પરિણામે એ સ્વેચ્છાએ બોેલીવૂડમાંથી અલોપ થઈ ગયો. એણે કહ્યું કે ગુમનામીના આ દોરની ચર્ચા એણે કોઈ દિવસે ઘેર પણ નહોતી કરી.

ગૌતમે પોતાના પતનના દોષનો ટોપલો બિનફિલ્મની બેકગ્રાઉન્ડ પર ઢોળ્યો હતો. એણે કહ્યું કે ગોડફાધરનો માથે હાથ ન હોવાને કારણે કામ મળતું બંધ થઈ ગયું. એણે કહ્યું કે કોઈ નિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર સાથે પરિચય ન હવાનો ગેરફાયદો પણ એને થયો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32zQzNy
Previous
Next Post »