ગ્રીનબેંક સિટીમાં દરેક પ્રકારના ઇલેકટ્રોનિક સિગ્નલ પર પ્રતિબંધ કેમ છે ?


ન્યૂયોર્ક, ૨૬ ફેબુ્આરી,૨૦૨૦,બુધવાર

અમેરિકાના ગ્રીનબેંકમાં ૧૯૫૮થી નેશનલ રેડિયો એસ્ટ્રોનોમિ ઓબ્ઝર્વેટરી કાર્યરત છે. બીજા વિશ્વયુધ્ધમાં રેડિયો અને રડાર ટેકનોલોજીનું કામ ઘણું એડવાન્સ બની ગયું હતું. અમેરિકાએ આ ફિલ્ડમાં વધુ રિસર્ચ માટે નેશનલ રેડિયો એસ્ટ્રોનોમિ ઓબ્ઝર્વેટરી માટે વર્જેનિયાના એલિગની પહાડીઓ પસંદ કરી હતી. એ સમયે ૧૦૦ કિમી વિસ્તારમાં જેની વસ્તી ૪૦૦૦ થી વધારે હોય એવું એક પણ સ્થળ ન હતું. આથી ઓછી વસાહતવાળી પરીસ્થિતિ એસ્ટ્રોનોમી ઓબ્જર્વેટરી માટે વધુ માફક આવી જેનું નામ ગ્રીનબેંક આપવામાં આવ્યું હતું. 


૧૯૬૦માં કોર્નેલ યૂનિવર્સિટીના સ્પેસ સાયન્ટિસ ફ્રેંક ડ્રેકે એલિયન પર રિસર્ચનો આરંભ કર્યો હતો. આ પ્રયોગને સર્ચ ફોર એકસ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ નામ આપવામાં આવ્યું છે. અમેરિકી સરકારની મદદથી ચાલતો પ્રોજેકટ  શરુ કરવાનો મુખ્ય હેતું રેડિયો તરંગોના માધ્યમથી પરગ્રહ પર જીવન શોધવાનો હતો. પૃથ્વી જેવી દુનિયા અન્ય ગ્રહ પર  હોઇ શકે છે તે શોધવા એક સમિકરણ તૈયાર કર્યુ હતું. આ સ્થળની ખાસિયત એ છે કે અહીં મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરી શકાતા નથી. મોબાઇલ જ નહી કોઇ પણ પ્રકારના સિગ્નલ છોડતા ગેજેટ્સ જેમકે આઇપેડ, કોર્ડ લેસ ફોન, વાયરલેસ હેડફોન, બ્લૂ ટ્રુથ ડિવાઇસ, માઇક્રોવેવ ઓવન અને રિમોટ કંટ્રોલ ટોયઝ પણ લઇ જવાની મનાઇ છે. માત્ર પોલીસ અને ફાયર સ્ટેશન વિભાગ જરુર પડે ગ્રીન બેંકના વૈજ્ઞાાનિકો સાથે સંપર્કમાં રહીને ઇલેક્રટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરી શકે છે. આ જગ્યા સંપૂર્ણ ઇલેકટ્રોનિક સિગ્નલ ફ્રી હોવાથી રેડિયો, ટેલિવિઝનના સિગ્નલ પણ પકડાતા નથી. આ સંશોધન કાર્ય સાથે સંકળાયેલા લોકોના રહેઠાણની વસાહત ગ્રીન સિટી તરીકે ઓળખાય છે. આ ગ્રીન સિટીના લોકો સિગ્નલ વિનાના જીવનથી ટેવાઇ ગયા છે.

ટેલિસ્કોપની ડિશ ફૂટબોલના સ્ટેડિયમ કરતા પણ વિશાળ છે


એકથી એક ચડિયાતા ટેલિસ્કોપ ધરાવતા આ સ્થળે રેડિયો તરંગ છોડતા આકાશી પદાર્થો પર સ્ટડી થાય છે. વિશ્વનું સૌથી શકિતશાળી અને મોટું ટેલિસ્કોપ પણ અહીં જોવા મળે છે જે ગ્રીન બેંક ટેલિસ્કોપ તરીકે ઓળખાય છે. જેનું વજન ૧.૭ કરોડ પાઉન્ડ જયારે લંબાઇ ૪૮૫ ફૂટ છે. આ ટેલિસ્કોેપની ડિશની અંદર ફૂટબોલનું એક સ્ટેડિયમ સમાઇ જાય એટલું મોટું છે. આ ટેલિસ્કોપનો ઉપયોગ બ્લેક હોલ્સ, રેડિએશન બેલ્ટ, અને ગુરુત્વાકર્ષણના તરંગો પર સંશોધન કરવામાં આવે છે. આ ટેલિસ્કોપ ૧૩ અબજ પ્રકાશ વર્ષ દુરના સિગ્નલ પણ પકડતું હોવાનું મનાય છે. ઇલેકટ્રોનિક સિગ્નલ પારખવામાં આ ટેલિસ્કોપ અત્યંત સંવેદનશીલ હોવાથી કામગીરીમાં મુશ્કેલી ઉભી ના થાય તે માટે ઇલેકટ્રોનિક સિગ્નલ પર પ્રતિબંધ છે. 

 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wavPA8
Previous
Next Post »