
સડક પર તૈલી પદાર્થ ઢોળવામાં આવ્યો હોય તો પણ પ્રમુખની કાર લપસતી નથી. એ પોતાની ઓરિજિનલ સ્પીડ પર દોડયે રાખે છે
હા ઉડી મોદીની ગુજરાતી નકલ જેવા કેમ છો ટ્રમ્પ ? કાર્યક્રમ માટે આવતા સપ્તાહે ભારતની અને ખાસ તો અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે. એ આવે તે પહેલાં તેમના સિક્યોરિટી ઑફિસર્સ અને એમની સ્પેશિયલ કાર અહીં આવી પહોંચશે. અમેરિકી પ્રમુખ પર દુનિયાભરના જિહાદી આતંકવાદીઓને ખૂન્ન્સ છેે. એટલે એમની સિક્યોરિટીમાં એમની ખાસ કારનો પણ સમાવેશ થાય છે. આ કાર વિશે વધુ વાત કરીએ એ પહેલાં જાણી લઇએ કે વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક રહી ચૂકેલા અને શૉખથી જગવિખ્યાત જ્યોતિષી એવા એક પારસીબાવાએ તાજેતરમાં એક ભવિષ્યવાણી કરેલી. એ મુજબ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખવાનું છે. એ જોતાં એમની કાર વિશે જાણવું રસપ્રદ બની રહેશે.
૧૯૬૦ સુધી અમેરિકી પ્રમુખ ખુલ્લી કારમાં ફરતા એટલે જ્યારે પ્રમુખની સવારી નીકળે ત્યારે લોકો તેમને જોઇ શકતા અને પ્રમુખ પણ ક્યારેક કારમાં ઊભા થઇને લોકોનું અભિવાદન ઝીલતા. પરંતુ ૧૯૬૦ના દાયકાના પૂર્વાર્ધમાં એ સમયના લોકપ્રિય પ્રમુખ જ્હૉન ફિટ્ઝરાલ્ડ કેનેડીની હત્યા થઇ ત્યારબાદ અમેરિકી પ્રમુખ ખુલ્લી કારમાં નીકળતા બંધ થયા. આજે તો પરિસ્થિતિ એટલી બધી નાજુક છે કે લગભગ દુનિયાભરના જિહાદી આતંકવાદીઓ અમેરિકી પ્રમુખના લોહીના પ્યાસા છે. એ સંજોગોમાં એમની સિક્યોરિટી અને ખાસ તો એમની કારની ઝલક મેળવવી રસપ્રદ બની રહેશે.
અમેરિકી પ્રમુખની કાર 'ધ બિસ્ટ' અર્થાત્ જંગલી જાનવર તરીકે ઓળખાય જગવિખ્યાત કેડિલેક કંપનીએ આ કાર બનાવી છે. પ્રમુખનાં પત્ની ફર્સ્ટ લેડી તરીકે ઓળખાય છે એમ પ્રમુખની કાર ફર્સ્ટ કાર તરીકે પણ ઓળખાય છે. અમેરિકી ગુપ્તચર અધિકારીઓ એને સ્ટેજકોચ તરીકે પણ ઓળખે છે. ડોનાલ્ડ ટ્રમ્પની આ કાર ૨૦૧૮ના સપ્ટેંબરમાં તૈયાર કરાઇ હતી. પ્રમુખની કાર તૈયાર કરતી વખતે બે બાબત ધ્યાનમાં રખાય છે. અમેરિકી પ્રમુખના અંગત ગમા-અણગમા અને તેમની સિક્યોરિટી માટેની અત્યંત ગુપ્ત વ્યવસ્થા. ટ્રમ્પની આ કારની બારીઓના તેમજ વીન્ડશિલ્ડ અને બેકસાઇડના કાચ ૧૩ સેન્ટિમીટર (આશરે પાંચ ઇંચ) જાડા અને બુલેટપ્રૂફ રહે છે.
એ જ રીતે તેમની કારના ટાયર્સ ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. ધારો કે કોઇ મકાનના ધાબા પર એક હત્યારો ટેલિસ્કોપિક ગન લઇને છૂપાયો છે. એકે ૭૫ જેવી લેટેસ્ટ ઓટોમેટિક ગન વડે કોઇ હજાર પંદરસો ફૂટ દૂરથી પણ કોઇ શાર્પ શૂટર કારના ટાયર પર ગોળીબાર કરે તો પણ ટ્રમ્પની કારનંુ ટાયર બર્સ્ટ ન થાય એવી ખાસ પ્રકારની સામગ્રી વડે આ ટાયર અને વ્હીલ તૈયાર કરાયાં હોય છે. કાર જે માર્ગ પરથી પસાર થતી હોય ત્યાં હવામાં ગમે તેવો ઝેરી ગૅસ હોય તો પણ કારની અંદર એની કોઇ અસર પહોંચતી નથી. કારમાં પ્રમુખના આરોગ્યને માફક આવે એવું તાપમાન અને શીતળતા અકબંધ રહે છે. સડક પર તૈલી પદાર્થ ઢોળવામાં આવ્યો હોય તો પણ પ્રમુખની કાર લપસતી નથી. એ પોતાની ઓરિજિનલ સ્પીડ પર દોડયે રાખે છે.
આ કારના દરવાજા બોઇંગ-૭૫૭ વિમાનના દરવાજા જેવા મજબૂત હોય છે. કારની બહારની દિવાલો સરેરાશ આઠ ઇંચ જાડી હોય છે. એના પર ગમે તેવા જલદ તેજાબની પણ કોઇ અસર થતી નથી. પાંચસો કિલો વજન ધરાવતા હથોડાના પ્રહારની પણ કાર પર કોઇ અસર થતી નથી. આમ તો પ્રમુખની કાર સાથે બીજી ચાલીસથી પિસ્તાલીસ કાર સિક્યોરિટી વગેરેની હોય છે. કારની અંદર પણ કોઇ ઇમર્જન્સીને પહોંચી વળવા માટે પ્રમુખના બ્લડ ગુ્રપનું બ્લડ પણ પૂરતા પ્રમાણમાં સંઘરી રખાય છે. કોઇ કટોકટી સર્જાય તો પ્રમુખને તરત ઓક્સિજન આપી શકાય એવી પોર્ટેબલ ઓક્સિજન બોટલ પણ આ કારમાં રખાય છે. લગભગ પ્રમુખની કારની સાથોસાથ નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ અન્ય કારમાં સતત તૈયાર હોય છે. ગમે તેવી ઇમર્જન્સીને પહોંચી વળે એવી વ્યવસ્થા આ ડૉક્ટર્સ કને હોય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/325KE2J
ConversionConversion EmoticonEmoticon