ભૂમસ ગામના રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટ વાગતા શખ્સનું મોત


નડિયાદ,તા.21 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

ખેડા જિલ્લામાં બે જુદી જુદી જગ્યાઓ પર અપમૃત્યુના બનાવો બન્યા હતા.જેમાં પહેલો બનાવ  ભૂમસ ગામની રેલ્વે લાઇન પર જ્યારે બીજો બનાવ  ઉત્કંઠેશ્વર મહાદેવ વાત્રક નદીના પટ્ટમાં બન્યો હતો.બંને બનાવમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા.

નડિયાદ તાલુકાના ભૂમસ ગામની રેલ્વે લાઇન પર એક અજાણ્યો પુરુષ ટ્રેનની અડફેટ આવી જતા મૃત્યુ નિપજયુ હતુ.પ્રાપ્ત વિગતો અનુસાર ભૂમસ ગામની સીમમાં રેલ્વે લાઇનની જમણી બાજુ એક અજાણ્યો પુરુષ ઉં.૫૦ની આશરાનો કોઇ ટ્રેનની અડફેટ આવી જવાના કારણે મૃત્યુ નિપજયુ છે.આ બનાવ અંગે અનિલભાઇ રસીકભાઇ વાઘેલા રહે,ભૂમસ પટેલ ફળિયુએ ચકલાસી પોલીસ મથકે જાણ કરતા ચકલાસી પોલીસે એ.ડી. નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ કપડવંજ નજીક આવેલ ઉત્કંઠેશ્વર મહાદેવ દેવડુંગરી વાત્રક નદીના પટ્ટમાં બન્યો હતો.જેમાં ઉશ્વરભાઇ દેવીપૂજક આજરોજ ઉત્કંઠેશ્વર મહાદેવ દેવડુંગરી  વાત્રક નદીના પાણીમાં આકસ્મીક પડી ગયા હતા.પાણી પી જતા ઇશ્વરભાઇનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે નરસિંહભાઇ દેવીપૂજક રહે,ગોપાલપુરા તા.કપજવંજે આંતરસુબા પોલીસ મથકને જાણ કરતા આંતરસુબા પોલીસે એ.ડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2v9s7GH
Previous
Next Post »