
મહુધા,તા.26 ફેબ્રુઆરી 2020, બુધવાર
મહુધા તાલુકાના સણાલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં તમાકુના ઢગ જોવા મળી રહ્યા છે.જેને કારણે ફેલાતી દુર્ગંધથી અહીં સારવાર માટે આવતા ગ્રામજનો હેરાન પરેશાન બન્યા છે.
સણાલી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર કમ્પાઉન્ડમાં છેલ્લાં કેટલાંક દિવસોથી તમાકુના ઢગજોવા મળી રહ્યા છે. ઉપરાંત ગ્રામજનોના જણાવ્યા અનુસાર સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે તમાકુ મુકવામાં આવી હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે. વળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે ગામના અને આસપાસના લોકો સારવાર અર્થે આવતા હોય છે. એક બાજુ સરકાર દ્વારા તમાકુના વેચાણ અને ઉપયોગ માટે પ્રતિબંધ કરે છે ત્યારે સરકારી આરોગ્ય કેન્દ્રની જમીનમાં જ તમાકુના ઢગ જોવા મળતા ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે રોષ વ્યાપ્યો છે.
આરોગ્ય કેન્દ્રમાં દાખલ થતા જ તમાકુની અસહ્ય દુર્ગધ આવે છે. જેનેકારણે અહીં આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ અંગે ગ્રામજનો દ્વારા ગામના વહીવટી અધિકારીઓને મૌખિત ફરિયાદ કરવામાં આવી છે.જેમાં જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાય સમયથી અહી તમાકુના ઢગ જોવા મળી રહ્યા છે.જેના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે.જ્યારે નાના બાળકો અને વૃધ્દોને આ તમાકુની અસહ્ય ગંધ સહન કરવાનો વારો આવ્યો છે.જ્યારે ગામના એક જાગૃત નાગરિકે જણાવ્યુ હતુ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમાકુ કઇ રીતે મૂકી શકે.આ અંગે તપાસ થવી જોઇએ તેમ જણાવ્યુ હતુ.
આ ઉપરાંત જાગૃત નાગરિકોએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે પ્રાથણિક આરોગ્ય કેન્દ્રમાં મૂકવામાં આવેલ તમાકુના ઢગ કોની મંજૂરીથી મૂકવામાં આવ્યા છે તેની તપાસ થવી જોઇએ.તમાકુના ઢગ મૂકી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.
સરપંચને રજૂઆત કરીને થાક્યા : તબીબી અધિકારી
આ અંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ધ્વનિબહેનને સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે અમે વારંવાર ગામના સરપંચને મૌખિક અને લેખિત જાણ કરી છે.તેમ છતા આ તમાકુના ઢગ લેવામાં આવ્યા નથી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32FHdQJ
ConversionConversion EmoticonEmoticon