વિરપુરના ખેરોલી ગામે રાજકીય નેતાઓની પ્રવેશબંધીના બેનરો લાગતા રાજકીય હડકંપ


નડિયાદ, તા.18 ફેબ્રુઆરી 2020, મંગળવાર

વિરપુર  તાલુકાના એક ગામે નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગતા રાજકીય હડકંપ મચી ગયો હતો.ગામના રોડ રસ્તાઓના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે બેનરો લાગ્યા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.

વિરપુરના ખેરોલી ગામે નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે.જેમાં જણાવ્યું છે કે જ્યા સુધી અમારા ગામ(ખેરોલી)નો રસ્તો ન બને ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસના કોઇ પણ નેતાઓએ ખેરોલી ગામની અંદર પ્રવેશ કરવો નહી તેમ બેનરમાં જણાવ્યુ છે.ખેરોલી ગામમાં બેનર લાગવાના કારણે રાજકીય ભૂકંપ સર્જાયો છે.આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતુ કે કોંગ્રેસના એમ.એલ.એ હોવાના કારણે વિકાસ રુંધાયો હોવાનુ જણાવ્યુ હતુ.

આ અંગે ખેરોલી ગામના સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૯ વર્ષથી રોડ રસ્તાનો વિકાસ થયો નથી.આ અંગે ગ્રામજનોને ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલને રજૂઆત કરી હતી.તેમ છતા ગામનો રસ્તો બનાવવામાં આવ્યો નથી.જેથી ગ્રામજનો રોષે ભરાયા છે,અને ગામમાં બેનર મારીને રાજકીય નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T0oVVA
Previous
Next Post »