
નડિયાદ,તા.23 ફેબ્રુઆરી 2020 રવિવાર
ઠાસરા તાલુકાના કોટલીંડોરા ગામે સ્થાનિક લોકો દેશી-વિદેશી દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરી છે.રેડ કરી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો.દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા વ્યક્તિઓ પાસે લખાવી લેવામાં આવ્યુ છે કે આ પછી દારૂ ગાળીશુ નહી,વેચીશુ નહી તેવુ સંમતિ પત્ર ગ્રામજનો દ્વારા લખાવી લેવામાં આવ્યુ છે.
ઠાસરા તાલુકાનુ કોટલીંડોરા ગામ ડાકોર પોલીસ મથકના હદમાં આવે છે.આ ઉપરાંત ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન ચાવડાનુ ગામ છે.આ ગામમાં અને આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દેશી-વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાથી યુવાઘન દારૂના રવાડે ચડી રહ્યુ હતુ.પોતે અને પોતાના કુંટુબના સભ્યોને પણ આર્થીક રીતે પાયમાલ થતા જોવામાં આવતા હતા.દારૂનુ વ્યસન કરનારની પત્ની,બાળકો,કુંટુબીજનોને સમાજને ખોખલુ કરી નાખે છે.દારૂના વ્યસન થી શારીરિક,માનસિંક,આર્થીકથી કુંટુબો પાયમાલ થઇ રહ્યા હતા.આ બનાવ અંગે પોલીસને ફોન કરો એટલે રેડ પાડે પછી થોડા દિવસો પછી યથાવત થઇ જતા હોવાનુ ગામના યુવાનોએ જણાવ્યુ હતુ.
આ બનાવથી કોટલીંડોરા ગામના આગેવાનો,યુવાનો સમગ્ર ગ્રામજનો ભેગા મળી જનતા રેડ કરી હતી.૨૧ સભ્યોની કમીટી બનાવીને ઝાલાપુરા, બોડી, રાઠોડપુરા જેવા પરા અને કોટલીંડોરા ગ્રામ પંચાયતની હદમાં આવતા દેશી-વિદેશી દારૂ સ્વૈચ્છીક બંધ કરાવ્યા હતા.આખુ ગામ વ્યસન મુક્ત બને તે માટે આયોજન કરાયુ હતુ.તા.૧૭-૨-૨૦૨૦ થી અમલવારી કરી શિવરાત્રી સુધીમાં જે તે દારૂના અડ્ડા ચલાવતા હતા તેઓના દારૂની ભઠ્ઠીઓ તોડી નાખી હતી.તેમજ દારૂ બનાવવાનો કાચો માલને કાયમી ધોરણે નાશ કર્યો હતો.આ ઉપરાંત દારૂના અડ્ડા કાયમી ધોરણે બંધ કરવાની તજવીજ ચાલુ કરી હતી.આ ઉપરાંત આ વિસ્તારમાં ધમધમી રહેલા સાત થી આઠ અડ્ડાઓ ધરાવતા વ્યક્તિઓ પાસેથી ખાતરી લખાવી લેવામાં આવી હતી.જેમાં હવેથી દારૂ અમો નહી વેચીએ,દારૂ નહી ગાળીએની ખાતરી કોટલીંડોરા ના ગ્રામજનો અને ૨૧ વ્યસનમુક્ત કમીટીના સભ્યોએ લીધી હતી.
કોટલીંડોરાના ૭ થી ૮ વ્યક્તિઓના વાંકે કોટલીંડોરાના યુવાઘન દારૂના વ્યસન થી વેડફાઇ જતુ હતુ.આ પરીસ્થિતી જોઇ ગામના જાગૃત નાગરિકોએ ભેગા મળી વ્યસન મુક્તી સમિતી બનાવી હતી.આ સમિતિ દ્વારા કોટલીંડોરા ગામ અને તેની આસપાસમાં ધમધમતી દેશી-વિદેશી દારૂની હાટડીઓને તોડી પાડવામાં આવી હતી.
અને ગ્રામજનો ૧૦૦ ટકા વ્યસન મુક્ત બને તેવા પ્રયત્નો ગ્રામજનો દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Vht4O
ConversionConversion EmoticonEmoticon