અર્થશાસ્ત્રની પૃથક્કરણાત્મક અને અનુભવજનિ (એમ્પીરીકલ) પદ્ધતિને કારણે છેલ્લાં કેટલાંક દાયકાઓથી અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધના ૧૯૪૫માં અંતવાદ અર્થકારણ અંગેના કેટલાંક ખોટા વિચારો દૂર થયા છે તેમાંના કેટલાંક વિચારોની અહી રજૂઆત કરી છે. સૌ પ્રથમ એ બાબત સમજવાની જરૂર છે કે સમગ્ર જગતમાંથી પંચવર્ષીય યોજનાનો યુગ આથમી ગયો છે. હવે રશિયા અને ચીનમાં પણ પંચવર્ષીય યોજનાઓ નથી પણ સરકાર સંચાલિત છે.
શૂન્ય આર્થિક વૃદ્ધિદર : ઇ.સ. ૧૯૭૩માં કલબ ઓફ રોય નામની સંસ્થાઓ ધ લીમીટસ ટુ ઇકોનોમીક ગ્રોથ નામનું પુસ્તક બહાર પડયું અને એમાં એવું પ્રતિવાદિત કર્યું કે જો આર્થિક વૃદ્ધિદર જો વખતની ગતિએ ચાલુ રહેશે તો પૃથ્વી પરના સાધનો ખાસ કરીને ખનિજો-ખૂટી જશે. આર્થિક સાધનોનો કરકસર રીતે ઉપયોગ કરવો પડશે તે સાથે દરેક સહમત થશે પરંતુ ઉપરના કારણસર જગતમાં આર્થિક વૃદ્ધિ દર શૂન્ય થઈ જવો જોઈએ તે દલીલ હવે કોઈ રાષ્ટ્ર માન્ય રાખતું નથી. આ પુસ્તક લખાયા પછી જગતમાં ખનિજોના નવા સ્ત્રોતો શોધાયા અને ખનિજોની તંગી વર્તાઈ નહીં.
માનવે ખનિજોના નવા ઉપયોગો શોધી કાઢ્યા. સૂર્ય દ્વારા ઊર્જા ઊભી કરવા માંડી એટલે તે માટે કોલસાની જરૂર પણ ઓછી થઈ ગઈ. અર્થશાસ્ત્રીઓને સમજાયું કે શૂન્ય આર્થિક વૃદ્ધિદર ગરીબીને વધારે છે. વળી જો આર્થિક વૃદ્ધિ દર શૂન્ય કરી દો તો અત્યારે અત્યંત પછાત કેટલાંક આફ્રીકાના અને એશિયાના દેશોએ જીવનભર ગરીબીમાં જ સપડવાનું ? આ ના ચાલે. યાદ રહે કે જગતના ઊંચા આર્થિક વૃદ્ધિ દરની ચાલુ પેર્ટન હેઠળ ૨૦૦૦-૨૦૧૫ના મીલેનીયમ ડેવલપમેન્ટ ગોલ્ડ હેઠળ જગતની ગરીબીમાં નાટયાત્મક ઘટાડો થયો છે.
આર્થિક વૃદ્ધિ દર અને આર્થિક વિકાસ
આર્થિક વૃદ્ધિ દરને ધીક્કારનાર લોબીને ખબર ના પડી કે ઊંચા આર્થિક વૃદ્ધિ દર વિના આર્થિક વિકાસ શક્ય નથી એવી દલીલ થઈ કે આર્થિક વૃદ્ધિ દર આંધળો છે જેમાં માત્ર જીડીપીના વૃદ્ધિ દર પર જ ધ્યાન અપાય છે આર્થિક વૃદ્ધિ દર મૂળિયા વિનાનો (રૂટલેસ) છે, ક્રૂર (રૂથલેસ) છે, અર્થવિનાનો (મીનીંગલેસ) છે, સૃષ્ટીના સાધનોનો નાશ કરનારો (અનસસ્ટેનેબલ) છે, બેરોજગારી ઊભી કરનારો છે વગેરે દલીલો થઈ અને ઇકોનોમીક ગ્રોથને ઇકોનોમીક ડેવલપમેન્ટથી છૂટો પાડવામાં આવ્યો. ઇકોનોમીક ડેવલપમેન્ટ એટલે આર્થિક વિકાસ જેમાં પ્રજાને શિક્ષણ, રોજગારી અને આરોગ્ય સેવાઓ ખર્ચ તથા રાજ્ય ભરપૂર માળખાકીય સગવડો ઊભી કરે તેમ કરવામાં આવ્યો. પરંતુ આર્થિક વૃદ્ધિ દર વિના આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વૃદ્ધિદરના લાભો અમુક વ્યક્તિઓ જ ના લઈ જાય તેનો સ્વીકાર થયો પરંતુ એ વાતનો પણ સ્વીકાર થયો કે ઊંચા આર્થિક વૃદ્ધિ દર વિના આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વૃદ્ધિ દર શૂન્ય જોઈએ તે વાતનો સ્વીકારનારામાં સૌથી મોટો વર્ગ આધ્યાત્મિકો અને ધાર્મિક અને સર્વોદયવાદીઓને હતો. તેમાં પોતાને ભાગવાદી અને આર્થિક વિકાસ કે આર્થિક વૃદ્ધિની તરફેણ કરનારાને ભોગવાદી ગણતા હતા અને હજી ગણે છે.
આર્થિક વિકાસનું એન્જીન
અત્યાર સુધી વિકાસનું એન્જીન મૂડી રોકાણ અને માનવબળ ગણતા હતા. હવે એન્જીન અમૂર્ત વિચારો, નવા વિચારો અને સંશોધનો-ઇનોવેશન્સ ગણાય છે.
સ્મોલ ઇઝ બ્યુટીફુલ
આર્થિક વિકાસનું ગઈ સદીના છેલ્લાં દાયકાઓમાં નાનુ એટલું સારૂ તેવું આંદોલન શરૂ થયું. નાની ટેકનોલોજી અને ફેકટરીના વર્કશોપ જેવા નાના નાના એકમો દ્વારા જ ગરીબી દૂર થઈ શકશે તે અંગે વૈચારિક આંદોલનો ચાલ્યા અને મોટી ટેકનોલોજી અને મોટા ઉત્પાદન એકમોને નાના એકમોમાં ફેરવી નાખવાની ચર્ચા ચાલી આ આંદોલન ના ચાલ્યુ એટલે એપ્રોપ્રીમેટ (યોગ્ય કદની) ટેકનોલોજીની વાત ચાલી. તે પણ ના ચાલી. શું સરકાર રેલવે, વીજળી ઉત્પાદનના એકમો, લોખંડની અન્ય ધાતુની મીલો, જેટ વીમાનની અદ્યતન ફેકટરીઓને તદ્દન નાની બનાવી શકે ! ના, અમુક માલ માટે તોતીંગ ફેકટરીઓ કે તોતીંગ વ્યવસ્થા તંત્રો જોઈએ જ. નાના ઉત્પાદન એકમો બહુ મોંઘા પડે. જ્યા નાના કદના ઉત્પાદન એકમો સસ્તી અને સારી કામગીરી બજાવતા હોય તેમને જરૂરથી પ્રોત્સાહન આપી શકાય પરંતુ 'સ્મોલ ઇઝ બ્યુટીફયુલ' વાસ્તવિક જગતમા ના ચાલે. મોંઘું પડે.
સ્વદેશી અને સ્વાવલંબન
૧૯૫૦થી ૧૯૮૦ સુધી ભારત સ્વાવલંબનના બહાના હેઠળ ઇમ્પોર્ટ સબસ્ટીટયુશનની નીતિ અપનાવવા ગયુ અને સતત ત્રીસ વર્ષ સુધી માથાદીઠ માત્ર એકથી દોઢ ટકા વચ્ચેના હીન્દુ રેટ ઓફ ગ્રોથમાં ફસડાઈ ગયું. ભારતમાં ગરીબીએ હદ વટાવી દીધી કારણ કે દેશમાં વસ્તી કાબુ બહાર વધતી ગઈ. ભારતમાં પાંચ ટ્રીલીયન ડોલર્સની જીડીપી થાય તો પણ અત્યારની ૧૩૬ કરોડથી વધુ વસતી થઈ ગઈ છે તેનું ભારણ તે ઝીલી શકશે નહીં. દુનિયામાં સમૃદ્ધિનો વાંક જીડીપી નથી પરંતુ માથાદીઠ આવક છે. ૧૯૮૦થી ૧૯૯૧ દરમિયાન ભારતે સ્વાવલંબનની નીતિ છોડી પરંતુ મૂળભૂત ફેરફારો (સ્ટ્રકચરલ ફેરફારો) ના કર્યા. ૧૯૯૧માં અર્થકારણમાં મૂળભૂત ફેરફારો કર્યા પછી ભારત 'હિન્દુ રેટ ઓફ ગ્રોથ'ની ચુગાલમાંથી છૂટયુ અને પરમીટ-ક્વોટા-કન્ટ્રોલની લાંચિયા અમલદારશાહીથી પણ છૂટયું. હવે છેલ્લા ૩૦ વર્ષથી ઊંચા આર્થિક વૃદ્ધિદરને કારણે ભારતમાંથી ગરીબી ઘટી રહી છે. અલબત્ત આર્થિક અસમાનતા ચાલુ છે.
વધુ વસ્તીવાળુ ભારત મજબૂત રાષ્ટ્ર છે : જેમ વસતી વધુ તેમ રાષ્ટ્ર વધુ મજબૂત અને દુશ્મોનોને હરાવી શકે અને તેને ડેમોગ્રાફીક ડિવિડન્ડ અંગેના લાભો મળે તે વાત તદ્દન ખોટી સાબીત થઈ છે. ડેમોગ્રાફીક ડીવીડન્ડથી તો ત્યારે જ લાભ મળે જ્યારે નવી ઊભરતી પેઢી ઊચ્ચ શિક્ષણની દ્રષ્ટિએ ઘણી આગળ વધેલી હોય તેમાં પાયાની ગણતરી ના ચાલે. ભારતની વસતી જે ૧૯૫૧માં માત્ર ૩૬ કરોડ જ હતી તે હવે ૧૩૬ કરોડની થઈ ગઈ છે.
આર્થિક દ્રષ્ટિએ જગત પાયમાલી તરફ જઈ રહ્યું છે
આ વાત સાચી નથી. આર્થિક દ્રષ્ટિએ જગતની કુલ આવક છેલ્લાં ચાલીસ વર્ષથી લગભગ ત્રણ ટકાથી સરાસરી દરથી વધી રહી છે. જ્યારે જગતની વસતીનો વૃદ્ધિ દર દોઢ ટકાથી ઓછો છે. જગતમાંથી ગરીબી ઓછી થઈ રહી છે. જગતના નાગરિકની સરાસરી આવક દસ હજાર ડોલર્સથી વધારે છે.
વધતો જતો આર્થિક વૃદ્ધિ દર જગતનો નાશ કરશે : જગતમાં ઊર્જાના અનેક નવા સ્ત્રોતો ખોળાઈ રહ્યા છે પર્યાવરણનો વિનાશ કરતી ટેકનોલોજીની અવેજીમાં અનેક નવા વિકલ્પો (ઇલેકટ્રીક કાર, સોલર એર્નજી) ખોળાઈ રહ્યા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uYrY93
ConversionConversion EmoticonEmoticon