
નડિયાદ,તા.23 ફેબ્રુઆરી 2020 રવિવાર
ઠાસરા શહેરના સૈયદવાડા વિસ્તરમાં પીવાનુ પાણી ડહોળુ આવતુ હોવાની ફરિયાદ ઉઠી છે.આ અંગે વિસ્તારના એક જાગૃત નાગરિકે પાલિકા પ્રમુખ અને પાલિકા ચીફઓફિસરને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
ઠાસરા શહેરના વોર્ડ નં-૫માં આવેલ મોટા સૈયદવાડા વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષ થી પીવાનુ પાણી ડહોળુ આવતુ હોવાની ફરિયાદ પાલિકાને કરવામાં આવી છે. આ અંગે વિસ્તારના એક જાગૃત નાગરિકે એક પત્ર લખી રજૂઆત કરી છે.જેમાં અરજદારે જણાવ્યુ છે કે મોટા સૈયદવાડા વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પીવાનુ પાણી ડહોળુ આવે છે.આ અંગે પાલિકા દ્વારા તપાસ પણ કરાવી છે.તેમ છતા પાલિકા દ્વારા નવી પાણીની પાઇપ લાઇન નાખવામાં આવતી ન હોવાનુ અરજદારે જણાવ્યુ છે.
આ ઉપરાંત અરજદારે જણાવ્યુ છે કે સૈયદવાડા વિસ્તારમાં આશરે ૮૦૦ ની જન સંખ્યા રહે છે.પીવાનુ પાણી શુધ્ધ ન આવતુ હોવાના કારણે સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.આ ઉપરાંત પીવા માટેનુ પાણી બહારથી વેચાતુ લાવવુ પડતુ હોવાનુ જણાવ્યુ છે.પીવાના પાણી માટે અવાર -નવાર પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી છે.તેમ છતા પાલિકા દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ કર્યો છે.આ અંગે અરજદારે ચિમકી ઉચ્ચારી છે કે જો આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ૧૫ દિવસમાં હલ કરવામાં નહી આવે તો પાણી માટે આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તેમ જણાવ્યુ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HLgkRw
ConversionConversion EmoticonEmoticon