
નડિયાદ, તા.19 ફેબ્રુઆરી 2020, બુધવાર
આશાવલ નવયુવક ભીલ સેવા મંડળ દ્વારા આજ રોજ જિલ્લા અધિક ચીટનીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.જેમા ખોટા પ્રમાણપત્રો આપનાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
આશાવલ નવ યુવક ભીલ સેવા મંડળ દ્વારા આજરોજ જિલ્લા અધિક ચીટનીસને આપેલ આવેદપત્રમાં જણાવ્યુ છે કે,આદિવાસી ભાઇઓ તથા પ્રતિનિધિઓ છેલ્લા પચ્ચીસ દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન પર બેઠા છે. જેમની રજૂઆતમાં કેટલાંક આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઇ છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ સરકારી નોકરીઓમાંકામ કરે છે.
આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેમજ ખોટા જાતિ પ્રમાણપત્રો આપનાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય. ઉપરાંત આવનાર દિવસોમાં આદિવાસી ભાઇઓના તેમજ બહેનોના ભવિષ્ય સાથે કોઇપણ જાતના ચેડા ન થાય તે હેતુસર ખેડા જિલ્લામાં વસતા આદિવાસીઓ, ભીલ સમાજના આગેવાનો અને પ્રતિનિધિ ભાઇઓ તેમજ બહેનો માંગ કરી રહ્યા છે.
આ ઉપરાંત આવેદનપત્રમાં જણાવ્યુ છે કે ગીરગઢડા અને નેશમાં વસતા આદિવાસી ભાઇઓ જે જંગલમાં વસે છે તેઓ પ્રત્યે અમારે કોઇપણ જાતનો વાંઘો વિરોધ નથી.
પરંતુ શહેરમાં વસતા શ્રીમંત જીવન જીવતા ખોટા લોકોએ આદિવાસી પ્રમાણપત્રો મોટા પ્રમાણમાં લઇ અમારો હક્ક છીનવાની કોશીશ કરી રહ્યા છે. આવી અનેક રજૂઆતો સાથે જિલ્લા અધિક ચિટનીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અને આ સમસ્યાનો કોઇ ઉકેલ ન આવે તો ગાંધી ચિન્ધયા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uQtoT1
ConversionConversion EmoticonEmoticon