દરિયાના પેટાળમાં રોમાંચક અવાજ


દરિયાકિનારા પર ઘૂઘવતા સાગરનો અવાજ તમે સાંભળ્યો હશે. મોજાંની સાથે ઊઠતો લયબધ્ધ અવાજ સાંભળવો ગમે તેવો હોય છે. પરંતુ દરિયાના 

પેટાળમાં પણ વિવિધ અવાજો સાંભળવા મળે છે તે પણ રોમાંચક અને કર્ણપ્રિય હોય છે.

દરિયાનું પેટાળ એટલે જુદી જ દુનિયા. ત્યાં ચારે પાસ હવા નહીં પણ પાણી હોય છે. દરિયામાં હજારો જાતના જળચર હોય છે. આ બધા જાત જાતના અવાજ કરતાં હોય છે. માછલીને આપણી જેમ સ્વરપેટી હોતી નથી. બધા જળચર હવાનો ઉપયોગ કર્યા વિના ઓછી મહેનતે અવાજ કરતાં હોય છે. દરિયામાં પણ ટહૂકા, વ્હિસલ, ગર્જના અને ઘૂરકિયા સાંભળવા મળે છે.

વિવિધ જળચરોની અવાજ કરવાની રીત જુદી જુદી હોય છે. કેટલીક માછલીઓ પોતાની હાજરીની જાણ કરવા અવાજ કરતી હોય છે. માછલીઓ પાંખો ફફડાવીને અવાજ કરે છે. બ્લ્યૂ વ્હેલ ૧૦ થી ૧૫ સેકંડની ચીસ પાડે છે. હમ્પ બેક વ્હેલ તો ૧૦ થી ૧૫ મિનિટ લયબધ્ધ ગીત ગાય છે. હમ્પબેક વ્હેલ સંગીતની વિવિધતા માટે જાણીતી છે. જુદા જુદા સમુદ્રમાં રહેતી હમ્પ બેક વ્હેલ જુદા જુદા લયમાં સંગીત ફેલાવે છે. ક્લિટ વ્હેલના અવાજ ચોક્કસ ઉચ્ચારણોે જેવા હોય છે.

ઘણી માછલીઓ દાંત કચકચાવીને અવાજ કરે છે. ઘણી આંતરિક અવયવો હલાવીને અવાજ પેદા કરે છે. 

પાણીમાં અવાજ હવા કરતાં વધુ ઝડપથી ફેલાય છે. માછલીઓ એકબીજાને સંદેશો આપવા માટે પણ અવાજ કરે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2v58UG3
Previous
Next Post »