
ચાવી કે ઇલેક્ટ્રિક વડે હાલતા ચાલતા ઢિંગલા- ઢિંગલી કે પ્રાણીના રમકડાંને આપણે રોબોટ પણ કહીએ છીએ. રોબોટ એ માત્ર રમકડાં નહીં પરંતુ ઉપયોગી સાધન છે. ટેકનિશિયનો ઘરમાં કચરો બાળી આપવાથી માંડી દર્દીના ઓપરેશન કરી આપે તેવા રોબોટ્સ બનાવે છે. રોબોટ માણસના આકારના જ હોય તેવું નથી. જે હેતુથી તે બન્યા હોય તેમાં ઉપયોગ થાય તેટલા અંગો બને એટલે રોબોટ તૈયાર. ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં 'કેનેડાઆર્મ' નામનો રોબોટ એક હાથ જેવો છે અને તે રિપેરિંગનું કામ કરે છે.
રોબોટની દુનિયા અનોખી છે. રોબોટ બનાવવા અને સંશોધનો કરવાના ક્ષેત્રને 'રોબોટિક્સ' કહે છે. ઘણાં રોબોટ તો માન્યામાં ન આવે તેવા કામ કરે છે. વિશ્વભરમાં વિવિધ કારખાના, લેબોરેટરી, હોસ્પિટલ, ઘરો અને ઓફિસમાં ૧૦ લાખથી ય વધુ રોબોટ કામ કરે છે.
જાપાનની એક કંપનીએ રિયલ બેબી રોબોટ બનાવ્યો છે જે હસે છે, બોલે છે, ગીત ગાય છે અને રડે છે તેમજ હાવભાવ પણ દર્શાવે છે. વિશ્વમાં સૌથી વધુ વપરાતી આઈ રોબો રોમ્બા નાનકડી ગોળાકાર ડીસ્ક જેવો છે. જે આપમેળે આખા ઘરમાં ફરીને કચરો સાફ કરી આપે છે.જંગલો, પિરામિડો જેવા દુર્ગમ સ્થળોની ફોટોગ્રાફી તે તપાસ માટે કેમેરાથી સજજ રોબોટ પણ જોવા મળે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bZFE4j
ConversionConversion EmoticonEmoticon