જીઆઈડીસી પાસે ગાડી રેઢી મુકીને ભાગેલા ત્રણ શખ્સો અંતે ઝડપાયા


નડિયાદ,તા.22 ફેબ્રુઆરી 2020, શનિવાર

નડિયાદ એલ.સી.બી.પોલીસે ફિલ્મીઢબે ઝડપેલી ગાડીમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.આ બનાવ અંગે ગતરોજ મોડી રાત્રે ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ એલ.સી.બીની ટીમ તા.૨૧-૨-૨૦૨૦ ના રોજ પેટ્રોલીંગમા નિકળી હતી.તે સમયે એક ગાડી તરફ જતા ગાડી સવારે ગાડી હંકારી મૂકી હતી.આ બાદ ટીમે ગાડીનો પીછો કરતા ગાડી નડિયાદ જી.  આઇ.  ડી.  સીના ગેટ પાસે મૂકી ગાડી ચાલક અને અન્ય ત્રણ વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતા.આ બાદ ટીમે ગાડીની તલાસી લેતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૭,છરા અને ગિલોલ જેવા હથિયાર મળી આવ્યા હતા.આ અંગે ગતરોજ મોડી રાત્રે એલ. સી. બી ટીમે ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી છે. 

જેમાં પ્રકાશભાઇ ઉર્ફે જગો વિષ્ણુભાઇ ડાહ્યાભાઇ તળપદા, રહે પારસ સર્કલ પાસે નવા માખણપુરા, કીશોરભાઇ મનુભાઇ તળપદા રહે, ચકલાસી ભાગોળ ફતેપુરારોડ નવો મહોલ્લો અને અરૂણભાઇ ડાહ્યાભાઇ સોલંકી રહે, સંતરામનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ મંજીપુરા રોડ નડિયાદની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VeRYaE
Previous
Next Post »