
નડિયાદ,તા.24 ફેબ્રુઆરી 2020, સોમવાર
જિલ્લાના તાપમાનમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લામાં તાપમાન ૩૨ ડીગ્રી સેલ્સિયસ નોંધાતા વાતાવરણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે.હજુ પણ આગામી અઠવાડિયા સુધી તાપમાનમાં સતત વધારો થતો રહેશે એમ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.
ખેડા જિલ્લામાં ઉષ્તામાન ૩૨ ડીગ્રીએ પહોંચતા ગરમીના પ્રમાણમાં વધારો અનુભવાઈ રહ્યો છે. જેને કારણે ઉનાળાની શરુઆતે જ લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આગામી સમયમાં તાપમાનમાં વધારો નોંધાય તેવા એંધાણ વચ્ચે લોકોએ તેની સામે રક્ષણ મેળવવાનું શરૂ કરી દીધું છે.
અત્યારથી જ રસ્તાઓ ઉપર ઠંડા પીણાની હાટડીઓ ધમધમતી જોવા મળી રહી છે. જેમાં શેરડીનો રસ, વિવિધ ફ્રુટ જ્યુસ, લીબું સોડા જેવા પીણાઓ લોકો ગટગટાવતા નજરે પડે છે.વડામથક નડિયાદ શહેરમાં ઠેર ઠેર તરબૂચની હાટડીઓ પણ જોવા મળી રહી છે.
બીજીતરફ ઈલેક્ટ્રોનીક્સના દુકાનદારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા પાંચ-દશ દિવસથી ગરમી સામે રક્ષણ આપે તેવા સાધનોના વેચાણમાં પણ અંશતઃ વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ લોકો જુની ઈલેક્ટ્રોનીક્સની વસ્તુઓ રીપ્લેસ કરી નવી ખરીદી રહ્યાં છે. જેમાં પંખા, એ.સી, રેફ્રીજરેટરનો સમાવેશ થાય છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પંખાના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.આગામી સાત દિવસ સુધી તાપમાનમાં સતત વધારો થશે એવું હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HSCsJL
ConversionConversion EmoticonEmoticon