
અમેરિકા આવનાર ઘણાં ભારતીયોને અંગ્રેજી આવડતું હોતું નથી. પાછલી ઉંમરમાં તો તેઓ ભગવાનનું નામ જ સાથે લઈને આવે છે.
એવા એક દેશી દાદાજીને રસ્તામાં જ હાર્ટ-એટેક આવ્યો. તેમને સહારો તો તરત જ મળી ગયો. પણ તેઓ એક જ રટણ કરે રાખે : ''હરિ ઓમ હરિ ઓમ''
તેમને એમ્બ્યુલન્સમાં દાખલ કર્યા :
''હરિ ઓમ હરિ ઓમ''
એમ્બ્યુલન્સ પોતાની તીણી સિસોટી વગાડતી ઘડબડાટ જવા લાગી, પણ ડોસાજીની એક જ વાત : ''હરિ ઓમ હરિ ઓમ''
છેવટે તેમની વાત અને મરજી માની લઈ, તેમને ઘેર લઈ જવામાં આવ્યા.
ત્યાં તેમના પત્ની એટલે ડોસીમાને નવાઈ લાગી. તેમણે પૂછયું, ''અરેરે, તમે લોકો તો કેવા છો? તેમને હાર્ટ એટેક આવ્યો છે તો પછી હોસ્પિટલમાં લઈ જવા જોઈએ ને, અહીં ઘરે શું કામ લાવ્યા છો?''
સેવાભાવી અમેરિકન એમ્બ્યુલન્સવાળાઓ કહે : ''દાદીમા, અમે એમને હોસ્પીટલ જ લઈ જતા હતા, પણ તેઓ “Hurry Home, Hurry Home”
- હરીશ નાયક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LvoVdA
ConversionConversion EmoticonEmoticon