ડિજિટલ પેનની અદ્ભુત ટેકનોલોજી


કાગળ ઉપર લખેલું લખાણ સીધું જ વાયરલેસ પદ્ધતિથી કમ્પ્યુટરમાં સ્ટોર કરી આપતી ડિજિટલ પેન આધુનિક ઇલેક્ટ્રોનિક સાધન છે. સામાન્ય પેન કરતાં થોડી ઘણી જાડી એવી આ પેનમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ, ઓપ્ટીકલ ડિવાઇસ અને બ્લ્યુ ટૂથ હોય છે તેનું કામ પણ જાણવા જેવું છે.

ડિજિટલ પેન આડી અને ઊભી લીટીઓવાળા ખાસ પ્રકારના પેડ ઉપર ચાલવવી પડે છે. આ પેન કમ્પ્યૂટર સાથે જોડી શકાય છે. બેટરીવાળી પેન સ્વતંત્ર રીતે કામ કરે છે. પેનમાં ખાસ પ્રકારની શાહી પણ હોય એટલે તમે લખો તે જોઈ શકાય છે. તેની અણીની બાજુમાં ફોટોસેલ હોય છે તે અણીની ગતિ મને દિશાની નોંધ લઈ માઇક્રોચીપને મોકલે છે. માઇક્રોચીપમાં તેના અક્ષરો બને છે અને તે બ્લ્યુ ટૂથ દ્વારા કમ્પ્યૂટરમાં જાય છે. આ અક્ષર ગ્રાફિક તરીકે સંઘરાય છે. ફોન્ટ તરીકે નહીં.

ડિજિટલ પેનના ઢાંકણમાં શાહીનું રિફીલ, ડોકિંગ કનેક્ટર, ઇન્ડિકેટર લાઇટ હોય છે. આ પેન ખીસ્સામાં રહી શકે તેવા અનુકૂળ આકારની હોય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OYNKRd
Previous
Next Post »