વ્યાયામ બાદ ત્વચાની તકેદારીની ટિપ્સ


આજની તારીખમાં  જીમમાં જઈને વર્કઆઉટ કરવાનું સામાન્ય બની રહ્યું છે. ત્યારે વ્યાયામ કર્યા પછી ત્વચાની કાળજી શી રીતે લેવી તે જાણી લેવું પણ આવશ્યક બની જાય છે. વ્યાયામ  કરતી વખતે આપણો ચહેરો જ નહીં, સમગ્ર શરીર પરસેવાથી ભીંજાઈ જાય છે. આવી સ્થિતિમાં ત્વચાની વિશેષ કાળજી શી રીતે લેવી તેની માહિતી આપતા નિષ્ણાતો કહે છે...

વર્કઆઉટને કારણે ત્વચા પર પરસેવા, તેલ અને ધૂળનું મિશ્રણ સર્જાય છે. જો તમારી ચામડી વધારે પડતી સંવેદનશીલ હશે તો તે આ મિશ્રણથી ફાટી જશે અથવા તેને અન્ય કોઈ રીતે હાનિ પહોંચશે. બહેતર છે કે વારંવાર પસીનો લૂછતાં રહો.

પરસેવો સીધો હાથથી લૂછવાની ભૂલ ન કરો. તેને કારણે ચામડીને ચેપ લાગવાની ભીતિ રહે છે. ચહેરા અને શરીરનો પરસેવો લૂછવા જુદા જુદા નેપકીનનો ઉપયોગ કરો.

ત્વચા પર પરસેવા સાથે આવેલા શરીરના ઝેરી તત્ત્વો દૂર કરવામાં હુંફાળું પાણી મદદગાર પુરવાર થાય છે. તેથી વ્યાયામ  કર્યા પછી  નવશેકા પાણીથી સ્નાન કરો. નહાવા માટે મોઈશ્ચરાઈઝર ધરાવતા સાબુનો  ઉપયોગ કરવાથી  ત્વચા પર જામેલોે મેલ અને પરસેવો  સરળતાથી દૂર થઈ જાય છે. તેમાંય જો નહાવાના પાણીમાં થોડાં ટીપાં સુગંધી તેલ નાખવમાં આવે તો  ચામડી શુષ્ક થવાની ભીતિ ટળી જાય છે.

સ્નાન કર્યા પછી ત્વચા પર બદામ, અખરોટ અને લીમડાથી સમૃદ્ધ બોડી લોશન લગાવો.

નાહી લીધા પછી શરીર પર પાવડર છાંટવાથી તેમાં ત્વચા પરનું વધારાનું તેલ શોષાઈ જાય છે. પરિણામે પરસેવો ઓછો વળે છે.

જીમમાંથી  આવીને નાહ્યા પછી શરીર પર સુગંધી પર્ફ્યૂમ છાંટવાથી  તાજગી અનુભવાય છે.

-ઈશિતા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/356LfSj
Previous
Next Post »