
મુંબઇ,તા. 6 ડિસેમ્બર 2019, શુક્રવાર
પ્રિયંકા ચોપરાની આ વરસે 'ધ સ્કાય ઇઝ પિંક' રીલિઝ થઇ હતી. જોકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ખાસ કલેકશન કર્યું નહોતું. છતાં પ્રિયંકાએ ૨૦૧૯માં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇન્ટરનેટ મુવીઝ ડાટા બેઝ (આઇએમડીબી)ના ભારતીય સિનેમા અને ટેલીવિઝન વેબ સીરીઝના કલાકારોએ પણ સર્વે કર્યો હતો. આ સંસ્થાએ ૧૦ કલાકારોની એક યાદી તૈયાર કરી છે. જેમાં પ્રિયંકા ચોપરા પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આઇએમડીબી પ્રો સ્ટાર મીટર રેકિંગના આંકડાનાઆધાર પર યાદી તૈયાર કરે છે.
દર મહિને આઇએમડીબી પર ૨૦ કરોડથી પણ વધુ લોકો ક્યા પેજને જુએ છે, તેના પર આ રેકિંગ તૈયાર કરવામાં આવે છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરા પહેલા સ્થાને છે. જ્યારે બીજા નંબર પર દિશા પટાણી છે. સુપર ૩૦ અને વોરના લીધે હૃતિક રોશન ત્રીજા સ્થાને છે. આ પછી કિયારા અડવાણીનો નંબર આવે છે. સલમાન અને અક્ષય આ યાદીમાં પાંચ નંબર પછી આવે છે. આ વરસે ઇન્ટરનેટ પર સૌથી વધુ વાર સર્ચ થનાર કલાકારોમાં પ્રિયંકા ચોપરા પ્રથમ છે. આ આંકડાના અનુસાર ૨૦૧૮ના ઓકટોબરથી ૨૦૧૯ના ઓકટોબર દરમિયાન પ્રિયંકાને સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rqgGsj
ConversionConversion EmoticonEmoticon