
નવી દિલ્હી, 7 ડિસેમ્બર 2019, શનિવાર
દુનિયાભરમાં યાત્રીઓને રોકાવા માટે નાના,મોટા દરેક પ્રકારના હોટલની વ્યવસ્થા હોય છે. પરંતુ અંતરિક્ષમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. તેવામાં નાસાએ સ્પેસમાં હોટલ બનાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેની ખાસિયત એ છે કે તે માત્ર રોબોટ્સ માટે હશે. તેને નામ પણ રોબોટ હોટલ આપવામાં આવશે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા અંતરિક્ષમાં રોબોટિક ટૂલ સ્ટોજને પોતાના નેક્સ્ટ લોન્ચ સાથે રોબોટ હોટલને પણ અટેચ કરશે. તેને આંતરરાષ્ટ્રીય રોબોટ સ્ટેશનની બહાર રાખવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે રોબોટ ઉપકરણો માટે તે એક સુરક્ષિત સ્થાન હશે.
નાસાના જણાવ્યાનુસાર આ મિશનને 19માં સ્પેસ એક્સ કમર્શિયલ લોન્ચિંગમાં સ્થાપિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમાં રહેનાર બે રોબોટિક નિવાસી અને લીક લોકેટર હશે. આ હોટલમાં મોટા પ્રમાણમાં સ્પેક્ટ્રોમીટર સાથે આઉટફિટ હશે જે અમોનિયા જેવા ગેસની ઉપસ્થિતિને સુંધવા માટે સક્ષમ હશે. આ ઉપકરણો વડે સ્ટેશનમાં કોઈપણ પ્રકારનું લીકેજ થશે તો તુરંત જાણી શકાશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ddbG9
ConversionConversion EmoticonEmoticon