
યાદ રખના સપને તુમ્હારે હૈ તો પૂરા ભી તુમ્હી કરોગે
નહી હાલાત તુમ્હારે હિસાબ સે હોંગે ન લોગ... ગુલઝાર
ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય. પ્રેમથી તેને સમજો... ક્રાન્તિથી નહી શાંતિથી ચાર વાર વિચાર કરીને આયોજન કરશો તો રસ્તો દેખાવા માંડશે... હાય હાય કરવાથી ઈશ્વરની કદાપિ સહાય સાંપડતી નથી. સ્વપના તમારા છે પારકાં નથી. એટલે પારકાની મદદની અપેક્ષા રાખશો તો કડવા ફળ ચાખવા મળશે.. મતલબ કે નિરાશાની નોબત આવશે એ અમારી સોબતથી જાણી લ્યો... પોતાની હિંમતથી જ પોતાની કિંમત વધારો... છેક સુધી વિવેક નહીં ત્યજવાનો એ શરત... ભુંડા બનીને કદિ ફુલોના કુંડા તૈયાર નહીં કરી શકો... જો એમ ધારીને, ધારી ખાઈને સંતુષ્ટ હોવ કે સ્થિતિ (હાલાત) આપોઆપ સુધરી જશે તો તે માનવું પણ પાપ ગણાય... સ્થિતિ નહીં તમારે જ સુધરી જવાનું... તમે ધારો છો એવા સજ્જન મળી જશે તો કામ સરળ થશે એમ માનવું મૂર્ખતા ન સહેવાય પણ જરૂર કહેવાય... સપના સાકાર કરવા હોય તો જીવનનો આકાર એવો બદલવો જોઈએ કે જે દિશામાં જાવ ત્યાંથી મીઠો ન દીઠો હોય એવો આવકાર મળવા માંડે.
તોછડાઈ ને બડાઈ બાજુએ મૂકશો તો મોઢામાં કાજુ ને કાજુ જ જાણી લેજો.રાસ્તા ક્યા હૈ મંઝીલ ક્યા હૈ... હૌસલા હૈ તો ફાસલા ક્યા હૈ?... જાવેદ અખ્તર કહે છે કે જેને મંજીલે પહોંચવું જ છે તેણે રસ્તા સામે જોઈને થાકી નથી જવાનું... રસ્તો ગમે તેટલો વિશાળ કેમ ન હોય. હૃદય વિશાળ રાખીને હિંમતથી આગળ ધપ્યે જવાથી કોઈ પણ ગમ વગર સુગમ બની જશે... આંખના પલકારામાં લક્ષ્યાંક પાર કર્યાનો આનંદ પામી શકશો...
જીત્ના બડા સપના હોગા ઉત્ની બડી તકલીફ હોગી
ઔર જીતની બડી તકલીફ હોગી ઉત્ની બડી કામયાબી હોગી...
પીછેહઠ કરવાની હઠ કરવા કરતાં વખતોવખત પ્રયાસોમાં ફેરફાર કર્યા કરવાથી પણ મુશ્કેલીમાં શીતળતાનો અનુભવ થશે. સફળતા મહેનતનું, પરિશ્રમનું અસલ મુકામ છે... પીડામાં પણ આનંદનો અનુભવ થાય તો સમજવું એક મરેલ નહીં પણ ઠરેલ વ્યક્તિ તેના સપના પૂરા કરવામાં કોબેલિયત હાંસલ કરી રહી છે...
અતલાફ વો મેરી તરક્કીસે બેહદ જલતા રહેતા હૈ
યા રબ ઉસે ભી બહુત દે દે અપના રંગ મૈં ભી તો ઝરા દેખ લું...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PBi43x
ConversionConversion EmoticonEmoticon