કરણ જોહરની આગામી ફિલ્મમાં દીપિકા કામ કરશે તેવી અટકળો


મુંબઇ,તા. 6 ડિસેમ્બર 2019, શુક્રવાર

રણવીર સિંહ અને દીપિકા પદુકોણની કરણ જોહર સાથે વિશેષ મૈત્રી છે.રણવીરે તો કરણ સાથે વારંવાર કામ કર્યું છે, પરંતુ દીપિકાએ ૨૦૧૩માં ' યહ જવાની હૈ દીવાની'માં કામ કર્યું હતું ત્યાર પછી  તેણે કરણ સાથે કામ કર્યું નથી. 

જોકે દીપિકા અન ેકરણ સાથે કામ કરવા માટે એક યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઇરહ્યા હતા. જે હવે મળી ગઇ હોવાના સમાચાર છે. કરણ જોહર નિર્મિત ફિલ્મમાં દીપિકા કામ કરવા રાજી થઇગઇ છે.આ ફિલ્મમાં દીપિકા સાથ ેવિકી કૌશલ કામ કરે તેવી શક્યતા છે.  આ ફિલ્મનું દિગ્દર્શન શકુન બત્રાનુ ંહશે જેણે કરણની 'કપૂર એન્ડ સન્સ'નું દિગ્દર્શન કર્યું હતું.  સૂત્રના અનુસાર કરણની આ ફિલ્મ મહિલા પ્રધાન વિષય ધરાવતી હશે. જેમાં દીપિકા મુખ્ય પાત્ર ભજવશે. 

વળી બીજી વાત એ છે કે, 'ગલી બોય' નો સિદ્ધાંત ચતુર્વેદી આ ફિલ્મમાં દીપિકા સાથે રૂપેરી પડદે જોડી જમાવશે.કરણ વિકી અને સિદ્ધાંતમાંથી કોને ફાઇનલ કરે છે તે તો સમય જ દાખવશે.ઉલ્લેખનીય છે કે, સંજયલીલા ભણશાલીએ ફિલ્મ 'પદ્માવત' ના રાજા રતનસિંહના પાત્ર માટે વિકી કૌશલને પસંદ કર્યો હતો. પરંતુ દીપિકાએ વિકી સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે ત્યારે વિકી બોલીવૂડમાં સ્થાયી થયો નહોતો. દીપિકા નવાસવા અભિનેતા સાથે કામ કરવારાજી નહોતી. 

હવે તો વિકીએ પણ બોલીવૂડમાં સ્થાન જમાવી દીધું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33UoXlh
Previous
Next Post »