અષાઢી અવાજની અલકનંદા...અલકા યાજ્ઞિાક


ના ભલેને  હો અષાઢી  આભમાં,

જામી છે  વરસાદી મૌસમ  આંખમાં.

એક ટીપા કાજ હું વિહવળ ઘણી,

તું ભલે હો તરબતર સંગાથમાં.

આમ તો મારી નજર સામે નથી,

આમ રોમેરોમ મારી સાથમાં.

એક દિવ્ય જ્યોતિ જાણે ઝળહળી,

જ્યાં થયો વિસ્ફોટ 'બિન્નીદ જાતમાં.

            -બિનિતા પુરોહિત 'બિન્ની'

એવો કોઈ ગુજરાતી ભાગ્યે જ હશે જે 'ઓઢણી ઓઢું ઓઢું ને  ઉડી જાય' ગીત પર ઝૂમી ન ઉઠયો  હોય. અલકા યાજ્ઞિાક અને પ્રફુલ્લ દવે દ્વારા ગવાયેલ આ ગીત ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. તાજેતરમાં 'સા રે ગા મા - લિટલ ચેમ્પ' કે ' સુપરસ્ટાર સિંગર' જેવા રિયાલિટી  શોમાં  અલકા યાજ્ઞિાક જોવા મળી રહી છે.  અલકા  શોને  જજ કરવા ઉપરાંત તેમાં ભાગ લેતા બાળકોની મેન્ટર પણ બની હતી.  ગુરુ અલકા યાજ્ઞિાક  ગીત  સાંભળતી વખતે  કાનસેન બની જાય છે. ગીતના ભાવ તેનાં ચહેરા પર જોઈ શકાય છે. કારકિર્દીના શરૂઆતના દિવસો સૌ માટે સંઘર્ષના હોય છે. પ્રારંભિક તબક્કામાં અમિતાભના અવાજને રીજેક્ટ  કર્યો  હતો.

જે આજે એના પ્રભાવશાળી અને  ઘેઘુર  અવાજને  લઈને દુનિયાભરમાં સૌના દિલો પર રાજ કરે છે. એવી જ રીતે અલકા યાજ્ઞિાકને પણ એના પાતળા અવાજને કારણે નકારવામાં આવી હતી. પરંતુ  પછીથી સંગીતકાર  રાજકમલે તેની પાસે એક  શાસ્ત્રીય   ગીત ગવડાવ્યું ત્યારે તેને સાંભળનારા પામી ગયા કે અલકામાં પ્રતિભાની કમી નથી. તેનો અવાજ ભલે  પાતળો  હતો.  ત્યારે ગીતના ભાવ પ્રગટ  કરવામાં  પણ હજુ  પૌઢત્વ  પ્રગટયું ન  હતું. આજે તો  અલકાનો  અવાજ  અષાઢી વાદળોની જેમ ચોતરફ મેઘાડંબર બની ગુંજી રહ્યો છે.  

 કલકત્તામાં ૧૯૬૬માં જન્મેલી અલકા યાજ્ઞિાક એક મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાંથી આવે છે. પિતા કલકત્તાની હુગલી રીવર સંસ્થામાં શિપિંગ પાઈલોટ હતા.  માતા શુભા યાજ્ઞિાક શાસ્ત્રીય સંગીતના ગાયિકા હોવાથી એમની પાસે અલકાએ શાસ્ત્રીય  સંગીતનો અભ્યાસ કર્યો. ઘરમાં સંગીતનું વાતાવરણ હોવાને કારણે અલકાનો પણ સંગીતમાં રસ વધતો ગયો. અલકાનું બાળપણ અને કારકિર્દીની શરૂઆત વિષે અલગ અલગ વિગતો પ્રાપ્ય છે. માત્ર ૬ વર્ષની ઉંમરમાં તેણે આકાશવાણી કલકત્તા માટે ગાવાની શરુઆત કરી. ૧૦ વર્ષની ઉંમરમાં અલકા પોતાના  માતા સાથે મુંબઈ આવી અને ફિલ્મમેકર રાજ કપૂરને મળી.

રાજ કપૂરને અલકાનો અવાજ ખુબ ગમ્યો અને તેમણે અલકાની મુલાકાત લક્ષ્મીકાંત-પ્યારેલાલ  સાથે  કરાવી. એક  વાત એવી પણ છે કે  અલકા  ચાર  વર્ષની  ઉંમરથી  સ્ટેજ પર ગાતી  હતી. એન એેક  પ્રોગ્રામમાં સાંભળીને  સંગીતકાર કલ્યાણજી આણંદજીએ એને મુંબઇ તેડાવી અને ફિલ્મ પ્લેબેક સિંગિંગ માટે તૈયાર કરી. કલ્યાણજી આણંદજીએ ગાયન અને પાર્શ્વગાયનના ભેદ સમજાવી અલકાની સજજતામાં વધારો કર્યો. ૧૯૮૮માં આવેલી ફિલ્મ તેજાબના ગીત 'એક દો તીનદ પછી અલકાને પ્લેબેક સિંગર તરીકે વધુ ઓળખ મળી. પછી એણે ૧,૨,૩ નહીં પરંતુ ૧૦૦ જેટલા હીટ ગીતોનો  ગુચ્છ  ચાહકો  સમક્ષ  ધરી  દીધો.  તેજાબના આ ગીતે તેને  પહેલો   ફિલ્મફેર એવોર્ડ પણ અપાવ્યો. ત્યાર પછી અલકાએ લગભગ ૭૦૦થી વધારે ફિલ્મોમાં ૨૦ હજાર કરતાં વધુ ગીતો ગાયા છે.

 ૧૯૮૦ - '૮૫ પછી લતાજી અને આશાજીની પ્રવૃત્તિ થોડી માર્યાદિત થવા લાગી અને  પાર્શ્વગાયન ક્ષેત્રે જ્યારે થોડું શૂન્યાવકાશ સર્જાયું ત્યારે વિકલ્પ રૂપે પૂણમા, અનુરાધા પોંડવાલ, કવિતા કૃષ્ણમૂત અને સાધના સરગમના નામો તરી આવ્યા. પરંતુ એ અઢી-ત્રણ દાયકાની ગાયિકાઓમાં લોકપ્રિયતા, શ્રેતા  અને  સાતત્ય સાથે ટકી જનાર કોઇનું નામ લેવાનું  હોય તો   ગુજરાતણ  અલકા  યાજ્ઞિાકનું જ નામ  મોખરે  આવે. હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયનમાં ગુજરાતીઓ ઓછા મળે પરંતુ અલકા યાજ્ઞિાકને ગૌરવપૂર્વક યાદ કરી શકાય. આતંકી ઓસામા બીન લાદેનને ગાયિકા અલકા યાજ્ઞિાક   અને ગાયક કુમાર સાનુના  ગીતો  બહુ પસંદ હતા.

 એવું કહેવાય છે કે 'લાવારિસદ  ફિલ્મે તેને પાર્શ્વગાયન માટે પરફેક્ટ 'વારીસ' જાહેર કરી દીધી. અલકાએ એવું વર્ચસ્વ જમાવી દીધું કે દરેક સંગીતકાર પ્રથમ તેને યાદ કરે પછી બીજી પાર્શ્વગાયિકાને. નવી પેઢીના સંગીતકારો માટે પણ અલકા અનિવાર્ય  બનતી  ગઈ.  કોઈ પણ ગીતની ધૂન તે  બહુ  ઝડપથી પકડી શકતી  એટલે  સંગીતકારોને ય રાહત અનુભવાતી. પોતાના સમયની માતબર અભિનેત્રીઓ રાખી, રેખા, હેમા માલિની અને અન્યો માટે સંખ્યાબંધ હિટ ગીતો ગાયાં છે. હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ ગીતો ગાનાર પ્લેબેક સિંગર્સમાં અલકા અગ્ર ક્રમે આવે છે. તેમણે સિંગર ઉદિત નારાયણ અને કુમાર સાનૂ સાથે સૌથી વધારે રોમેન્ટિક ગીતો  ગાયા છે. અલકામાં  રહેલું શૈલી અને ભાવનું  વૈવિધ્ય  જુદા  જુદા પ્રકારના ગીતો સાથે વિસ્તર્યું.  

આપણે ત્યાં એવો રિવાજ છે કે માણસ જીવતો હોય ત્યાં સુધી તેની પ્રશંસા કે સ્મારક કરવાં નહીં, પણ અલકા સાથે એવું નથી બન્યું. બોલિવૂડમાં અલકાએ અનેક સુપરહિટ ગીતો આપ્યા છે. અને એની કદર પણ યોગ્ય સમયે થઇ છે. બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર કેટેગરીમાં અલકા યાજ્ઞિાકનું નામ ફિલ્મફેરમાં ૩૫ વાર નોમિનેટ કરવામાં આવ્યું,  જેમાંથી ૭ વાર અવોર્ડ મેળવ્યો. આ સિવાય બે નેશનલ  એવોર્ડ્સ  પણ પોતાના નામે કર્યા છે. તેના જેટલા  એવોર્ડ્સ  તેની સમકાલીન ગાયિકાઓમાં કોઇને  મળ્યા  નથી. ઓગસ્ટ, ૨૦૧૯ના વર્ષમાં જ અલકા  યાજ્ઞિાકને  ભારત સરકારના  પ્રતિતિ એવોર્ડ અટલ  મિથિલા  એવોર્ડથી  સન્માનવામાં  આવ્યા છે.

આશા ભોંસલેને  તેમની  કારકિર્દીમાં  સાત  ફિલ્મફેર મળ્યા છે. અલકાને પણ એટલા તો મળી ચૂક્યા છે. અલકા યાજ્ઞિાકના અવાજમાં એક યૌવન છે, કસક ભરી મસ્તી પણ છે અને 'પંછી નદીયાં...દ 'જાને કયો... (દિલ ચાહતા હૈ),  'કભી અલવિદા ના કહેનાદ ગીતો સાંભળતા વેદનાભરી ગંભીરતાનો ય અહેસાસ થાય છે. ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમદમાં 'ચાંદ છુપા બાદલ મેંદ ગીતમાં સલમાન ખાન અને ઐર્શ્વર્યા  રાય  વચ્ચેની  કેમેસ્ટ્રી જોરદાર દેખાય છે. પણ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિાકનો સ્વર આ સ્વરાંકનને એક પગથિયું વધુ ઉપર લઇ જાય છે.

 સમય  સાથે  તાલ  મિલાવતી અલકાને 'તાલ' માં એ. આર. રહેમાને 'તાલ સે તાલ મીલા લે' ગવડાવ્યું   ત્યારે તે ચોથા ફિલ્મફેર માટે લાયક સાબિત થઈ.  વાતની મજા એ હતી કે  'તેજાબ'  પછી 'ચોલી કે  પીછે' (ખલનાયક) અને 'ઝરા તસવીર સે તુ' (પરદેશ) ગીતોએ એને ફિલ્મફેર  અપાવ્યો ત્યારે તે સુભાષ ઘાઇની જ  ફિલ્મ હતી જેમ 'તાલ' ઘાઇની હતી. અલકા યાજ્ઞિાક વિના કોઇ મોટા બેનરની ફિલ્મનું સંગીત જાણે વેચી શકાતું નહોતું. તેને ૧૯૯૩ની 'હમ હૈ રાહી પ્યાર કેદનાં 'ઘૂંઘટ કી આડસે દિલબરકા'  ગીત માટે ફિલ્મફેર ન મળ્યો તો નેશનલ એવોર્ડ મળ્યો. જો કે એવું ૧૯૯૮ની 'કુછ કુછ હોતા હૈ' ના ટાઇટલ ગીત માટે ય થયું. 

બોલીવુડ પર રાજ કરતા અને મિસ્ટર પરફેક્સનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન સાથેનો એક રમુજી કિસ્સો યાદ આવતા આજે પણ અલકા યાજ્ઞિાક હસી પડે છે. બનેલું  એવું  કે અલકા 'કયામત સે કયામત તક'  માટે ગીત રેકોર્ડ કરી રહી હતી. ત્યારે આમિર ખાન એની સામે આવી બેસી ગયા. આમીર તે વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા હતા. અલકાએ ગુસ્સાથી એને સ્ટુડિયોની બહાર જવા કહ્યું કારણ કે આમીર વારંવાર અલકાજીને તાકી રહ્યા હતા. એમ કરવાને  કારણે અલકાને વિચિત્ર લાગતું હતું અને એ  ક્ષોભ  અનુભવતી હતી. રેકોર્ડીંગ પૂરું થતા  સ્ટાર  કાસ્ટ  સાથે  ઓળખાણ કરાવતા અલકાને ખ્યાલ  આવ્યો  કે એ મેઈન હીરો છે. પછી તો અલકાએ હસતા  હસતા માફી પણ માગી. આમીરે પણ માફી આપી. 

આજે એક ગીત માટે ૧૨ થી ૧૫ લાખ  ચાર્જ  લેતા ગાયકોને ખ્યાલ પણ નહીં હોય કે લીજેંડ ગણાતા આપણા લતાજીને આટલી ઊંચાઈ પર પહોંચતા કેટલો સંઘર્ષ કરવો પડયો છે. એક જાણીતા હાસ્યલેખક લખે છે કે 'લતાનું 'મહલદ માટે ગાયેલું ગીત 'આયેગા આયેગાદ સાંભળીને આજેય આપણે ડોલી ઉઠીએ છીએ એ ગીતનું રિહર્સલ પાંચ દિવસ સુધી ચાલ્યું હતું અને ત્યાર પછી જ ઓ.કે. થયું હતું. લતાને એ વાતનો રંજ છે કે તેમના ગળાએ પાંચ પાંચ દિવસની કાળી મજૂરી કરી હોવા છતાં એ ગીત ગાવાનો એક કાંણિયો પૈસોય તેમને હજી સુધી મળ્યો નથી, એટલું જ નહીં, એ ગીતની રેકર્ડ પર તેમનું નામ પણ નથી. ટૂંકમાં આવું સુંદર ગીત ગાવાના પૈસા તેમજ પ્રતિા તે પામ્યા  નથી'

અલકાએ ૧૯૮૯માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે  પાછલા ૨૫  વર્ષથી  પતિથી અલગ રહે છે.  બંને  વચ્ચે કોઈ મતભેદ કે  ઝઘડો નથી. બન્ને અલગ  અલગ  ફીલ્ડના છે, માટે તેમણે નિર્ણય કર્યો કે અલગ અલગ રહીને પોતાના કામ પર ફોકસ કરશે. તેમની  એક દીકરી છે સાયશા. સિંગર અલકા યાજ્ઞિાકે  એકલા હાથે દીકરીના લગ્ન કર્યા. પોતાની દીકરીનાં   લગ્નમાં એક  ઇમોશનલ સિંગિંગ પરફાર્મેન્સ પણ આપ્યું હતું. અલકાનું આભિજાત્યપણું એ વાતમાં દેખાઈ આવે કે   એણે  લતા, આશા કે બીજા કોઈ વિશે પણ કદી ટીકાત્મક ભાષામાં વાત નથી કરી બલકે, તે સૌનો સતત આદર કરે છે. કોઇ સારું ગીત અન્ય ગાયિકા  પાસે ચાલી જાય તોય તેણે કદી કોઈ ઈર્ષા કે બળાપો  પ્રગટ  નથી કર્યો. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36hbdCQ
Previous
Next Post »