
ફેસલિફ્ટ, એ પણ ઓપરેશન કર્યા વગર જ. કંઈક નવું નથી લાગતું? હમણા જ નવી શોધાયેલી આ પદ્ધતિ 'મોલ્ડિંગ માસ્ક'ના નામથી ઓળખાય છે.
આ એક રીતનું 'ઈન્સ્ટન્ટ ફેસલિફ્ટ' છે. સામાન્ય ફેસલિફ્ટ કરતાં આ વધારે અસરકારક છે. કોસ્મેટિક સર્જરી દ્વારા કરવામાં આવતા ફેસલિફ્ટમાં કીમોએબરેજન અને ડર્મઅંબરેજન પદ્ધતિથી કેમિકલ્સ લગાડી કરચલીવાળી ત્વચાને મસાજ કરવામાં આવે છે. જ્યારે આ પદ્ધતિ દ્વારા એક જ વારમાં (૧૦ દિવસની સારવાર દરમિયાન) ત્વચા પહેલાં જેવી મુલાયમ અને યુવાન બની જાય છે અને તે પણ વર્ષો સુધી એવી ને એવી જળવાઈ રહે છે.
ફેસલિફ્ટ અંગે કેટલીક વાતો જાણીએ.
વ્યક્તિને દસ દિવસ સુધી તેની સારવાર આપવામાં આવે છે. આ દરમિયાન ચહેરા પર ત્રણ અલગ અલગ પ્રકારના માસ્ક લગાવવામાં આવે છે. આ માસ્કથી ડાઘ અને કરચલીઓ વગેરે મટી જાય છે.
આનાથી ચામડી તો ખેંચાયેલી બને છે જ સાથે સાથે ત્વચા મુલાયમ અને કાંતિવાન બને છે. બીજા દસ વર્ષ સુધી ઓજસ્વી ચહેરો એવો ને એવો જળવાઈ રહે છે.
મોલ્ડિંગ માસ્ક એક બહુ અસરકારક ફેસલિફ્ટ છે. તેની મદદથી ઝાંખી અને લટકી પડી ગયેલી ત્વચાથી સારા એવા અરસા સુધી છૂટકારો મળી જાય છે. નોંધપાત્ર બાબત એ છે કે આ પદ્ધતિમાં કોઈ પણ જાતનું ઓપરેશન કરવામાં આવતું નથી. જ્યારે કોસ્મેટિક સર્જરી દ્વારા ફેસલિફ્ટ ઓપરેશન કરવામાં આવે તો લચી પડેલી અને કરચચલીવાળી ત્વચાને કાપીને કાઢી નાખવામાં આવે છે. આમ કરવાથી ફરીથી ચામડી લચી પડશે નહીં અને કરચલીઓ પણ નહીં પડે. મોલ્ડિંગ માસ્કની જેમ આમાં બધી કરચલી તો જીતી રહેતી નથી, પણ થોડો સુધારો આવે છે. આ પદ્ધતિમાં ત્વચાનું ઉપલું પડ કાઢી નાખવામાં આવે છે. જેથી નીચેના પડમાં કરચલી ઓછી હોય છે એ ઉપર આવે છે.
મોલ્ડિંગ માસ્ક સારવાર ત્રણ તબક્કામાં થાય છે. આ દરમિયાન ત્રણ અલગ અલગ માસ્ક લગાવવામાં આવે છે.
સૌપ્રથમ થોડા સમય માટે ચહેરા પર રાસાયણિક પીલ માસ્ક લગાવવામાં આવે છે. તેનાથી ચહેરાની ચામડી ખેંચાયેલી રહે છે. ત્યારબાદ સ્લિક સ્ટ્રિપ્સનું માસ્ક લગાવવામાં આવે છે. પ્લાસ્ટિકના આવરણ જેવું આ માસ્ક ૪૮ કલાક સુધી ચહેરા પર લગાડેલું રાખવામાં આવે છે. માસ્ક લગાવ્યું હોય તે દરમિયાન ગળું સુકાતું હોય એવું લાગે છે.
આંખ, નસકોરાં અને હોઠ પર માસ્ક લગાવવામાં આવતો નથી. ચહેરા પર ખેંચીને પાટા બાંધવામાં આવતા હોવા છતાં તેમાં દુખાવો સહેજેય થતો નથી. હા, ચહેરા પર સોજો આવી જાય એ સ્વાભાવિક છે. આ દરમિયાન સ્ટ્રોથી પ્રવાહી જ લઈ શકાય છે. બીજું કશું ખાઈ શકાતું નથી.
'મોલ્ડિંગ માસ્ક' સર્જરી કરતાં બધી રીતે સારું છે. કારણ કે ઓપરેશન દરમિયાન ક્યાંક ખોટી જગ્યાએથી ત્વચા કાપવામાં આવે તો એના ડાઘ રહી જાય છે. જ્યારે આમાં કંઈ વાઢકાપ કરવામાં આવતું ન હોવાથી આ પ્રક્રિયા તદ્દન સલામત છે.
૪૮ કલાક પછી ચહેરા પર આયોડિન પાઉડર માસ્ક લગાવવામાં આવે છે. આ માસ્ક એક અઠવાડિયા સુધી રાખવાનો હોય છે, જેથી ચહેરો સહીસલામત રહે છે.
છેવટે આ ઘટ્ટ આયોડિન પાઉડર માસ્કને કાઢી નાખવા માટે ચહેરા પર ક્રીમ માસ્ક લગાવવામાં આવે છે. માસ્ક ઉતાર્યા પછી વેસેલિન ઓઈલ લગાવવામાં આવે છે એની ઉપર એક પેસ્ટ ચોપડામાં આવે છે જે બાર કલાક સુધી રાખવાની હોય છે.
પરિણામ
* ચહેરા પર ખૂબ વધારે ચમક આવે છે.
* ત્વચા ખેંચાયેલી હોય એવું લાગવું.
* ચહેરા પર દરરોજ કંઈક નવો જ ફરક જોવા મળશે. ત્વચા વધુ ને વધુ સારી બને છે.
* આ ઉપચાર પછી ચહેરો વધારે લાલ થઈ જાય છે, પરંતુ એકાદ મહિના પછી જાતે જ હતો એવો બની જાય છે.
* થોડા સમય પછી લાલાશ ઓછી થવા લાગે છે ત્યારે ચહેરો ક્યારેક પીળાશ પડતો દેખાય છે, પરંતુ આમ થાય ત્યારે ગભરાઈ જવાની જરૂર નથી. વળી પાછી હતી એવી ત્વચા બની જશે.
* ચહેરો વધારે પડતો લાલ અથવા પીળો દેખાય તો મેકઅપ કરી આકર્ષક બનાવી શકાય છે.
સાવધાની
ફેસલિફ્ટ કરાવ્યા પછી પણ ચહેરાની સારસંભાળ અગાઉની જેમ જ લઈ શકાય છે. બસ, થોડી કાળજી રાખવાની જરૂર છે.
ચહેરાના સ્નાયુઓને વધારે હલનચલન કરાવવું નહીં. એક મહિના સુધી તો આ વાતનું બરાબર ધ્યાન આપવું.
આ રીતે ઓપરેશન વગર સહેલાઈથી ધીરજપૂર્વક સુંવાળી અને સુંદર ત્વચા તમે મેળવી શકો છો.
- નયના
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/344hFf3
ConversionConversion EmoticonEmoticon