GST કાયદામાં ફેરફારોથી વેરાશાખના દાવા ઉપર નવા ગ્રહણો


પૂર્વલક્ષી સુધારા કરવા એ સપ્લાયર અને વેપારી આલમ માટે ખૂબ જ ભયજનક પરિસ્થિતિ ઉભી કરે છે. તાજેતરમાં GSTકાયદા હેઠળ અનેક સુધારાઓ કર્યા છે અને જેની વ્યાપક અસર થાય તેવો એક પૂર્વલક્ષી સુધારો કર્યો તો છે પણ તે પાયાવિહોણો છે. ખેર જ્યાં સુધી તેને હાઈકોર્ટમાં પડકારવામાં નહી આવે, ત્યાં સુધી મુશ્કેલી કરવાનો આજના લેખમાં સુધારાઓ બાબતે ચર્ચા કરવામાં આવી છે.

નોંધણીનો દાખલો સસ્પેન્ડ
નિયમ ૨૧-એની જોગવાઈ પ્રમાણે જ્યારે કોઈ નોંધાયેલ વ્યક્તિ પોતાનો નોંધણીનો દાખલો રદ્દ કરવાની અરજી કરે છે ત્યારે તેનો નોંધણીનો દાખલો સસ્પેન્ડ ગણાશે. અરજીની તારીખથી અથવા તો જે તારીખથી નોંધણીનો દાખલો રદ્દ કરવાની લખી હોય, બેમાંથી જે મોડી હોય તે હવે GSTના નિયમ પ્રમાણે આવી વ્યક્તિ અરજી કર્યા બાદ કોઈ પણ ટેક્ષેબલ સપ્લાય કરી શક્તા ન હતા. 

કોઈ વ્યક્તિનો વકરો નિર્ધારિત ટર્નોવરની મર્યાદા કરતા ઓછો હોય પણ GSTનંબર ધરાવતા હોય અને તેને રદ્દ કરવાની અરજી કરે તો તે વ્યક્તિ સસ્પેનશનના સમય દરમ્યાન કોઈ ધંધો કરી ન શક્તા. તારીખ ૯ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ નોટીફીકેશન નં. ૪૯/૨૦૧૯ વડે ખૂલાસો કર્યો કે આવી વ્યક્તિ સસ્પેનશનના સમય ગાળામાં કોઈ ટેક્ષ ઇનવોઇસ આપી નહી શકે અને વેરો ઉઘરાવી નહી શકે. આમ સસ્પેન્શનના સમયમાં પણ હવે ધંધો થઇ શકે.

વેરાશાખ ઉપર બે નવા ગ્રહણ
વેરાશાખના દાવાને હંમેશા રાહુ અને કેતુ નડવાના. નવા ગતકડા પ્રમાણે નિયમ ૩૬માં પેટા નિયમ (૪) ઉમેરવામાં આવ્યો છે જેમાં એમ ઠરાવ્યું છે કે જ્યારે રેસિપિયન્ટને પોતાના GSTR૨aમાં કોઈ મળવાપાત્ર વેરાશાખ ને સંલગ્ન દસ્તાવેજની વિગત સપ્લાયરની ન દેખાય એટલે કે  GSTR૧માં સપ્લાયરે બતાવવાનું રહી ગયું હોય તો તેવા કિસ્સામાં માત્ર તે બીલ-ડેબીટનોટની ૨૦% વેરાશાખ મજરે મળશે. આનાથી એક વાત ચોક્કસ નક્કી થાય છે કે વેરાશાખ લેવુ એ લોઢાના ચણા ચાવવા જેવુ છે. 

આ સુધારો માન. સુપ્રિમ કોર્ટના અરાઇઝ ઇન્ડિયાના કેસમાં ચૂકાદા વિરુધ્ધનો છે જેમા આવા મિસમેચના કારણે રેસિપિયન્ટની વેરાશાખનો દાવો નામંજૂર ન થઇ શકે અને બધી જ જવાબદારી સપ્લાયરની થાય. આ સુધારો  GSTકાયદા હેઠળની સત્તાનું ઉલંઘન છે કારણ કે જ્યારે સરકાર પત્રકો ભરવાની સવલત અને જોગવાઈનો અમલ કરી શકી નથી પણ વેપારીને ડંડા મારવાની જોગવાઈ નિયમ વડે અમલમાં લાવી દીધી.

વધુમાં GSTR1 માં જો b2csમાં બતાવ્યું હોય B2Bની જગ્યાએ તો શુ આ નવા નિયમ ૩૬(૪) પ્રમાણે ખાલી ૨૦% વેરાશાખ મળશે ? ખરેખર તો બધી વેરાશાખ મળવાપાત્ર થાય કારણ કે નિયમ ૩૭ પ્રમાણેના પત્રકમાં આ વ્યવહાર આવી જાય છે અને B2B તરીકે બતાવુ કે B2cs તરીકે તેનો કોઈ ભેદભાવ કરી ના શકાય. ખેર બંધારણમાં ધંધો કરવાનો અધિકાર સર્વેને આપ્યો તો છે પણ આવા સુધારા કરીને તેને છીનવી લેવામાં આવે છે. જો વેરાશાખ આપવી જ નથી તો વેચાણ ઉપર વેરો દૂર કરો. બીજો એક સુધારો નીચે વર્ણવેલ પ્રમાણે ખૂબ તકલીફદાયક છે.

GSTકાયદામાં GSTR3Bને પત્રકનું સ્થાન આપ્યું હતું અને જ્યારે પત્રક ભરવાનું માંડી વાળવામાં આવેલ હોય તો તેના બદલામાં એક ફોર્મ GSTR3B ભરવાનું થાય. માન. ગુજરાત હાઈકોર્ટે આ બાબતે રસપ્રદ અને પરોપકારી ચૂકાદો આપતા ઠરાવ્યું કે GSTR3B એક ફોર્મ જ છે અને આથી વેરાશાખ કોઈ માંગવાની રહી ગઈ હોય તે માંગવાની છેલ્લી તારીખ વાર્ષિક પત્રક ભરવાની તારીખ થાય.

આ ચૂકાદાની વિરુધ્ધ અને રદ્દબાતલ કરવા માટે નિયમ ૬૧(૫)માં પૂર્વલક્ષી સુધારો કરીને GSTR3Bને ફોર્મની જગ્યાએ પત્રક તરીકે ઓળખાવ્યું. આ સુધારાથી વણમાંગેલ વેરાશાખ માંગવાની છેલ્લી તારીખ નાણાકિય વર્ષ પૂર્ણ થયા બાદ આવતા સપ્ટેમ્બર માસનું પત્રક થાય અને વાર્ષિક પત્રક ભરવાની છેલ્લી તારીખ ન થાય. જયારે GST કાયદામાં સ્પષ્ટ રીતે GSTR3Bને ફોર્મ ગણ્યું છે તો નિયમ કેવી રીતે તેને પત્રક કહી શકે ?

નિયમ ૧૪૨
કલમ ૭૩ (૧) અથવા ૭૪ (૧) હેઠળ ભરવાપાત્ર રકમની જાણ કરવું ફરજીયાત હતું. આ બાબતે શો કોઝ નોટીસ આપ્યા સિવાય કોઈ વિકલ્પ હતો નહી જેથી પેનલ્ટી ભરવાની થાય અને શો કોઝ વગર પૈસા ભરાવવા માટે કોઈ લીગલ બંધન હતું નહીં. આ ઉણપ દૂર કરવા માટે નિયમ ૧૪૨(૧એ) ઘડવામાં આવ્યો અને ફોર્મ GST DRC-૦૧A વડે જાણ કરવાનો ફર્મો ઠરાવ્યો જેનો જવાબ સપ્લાયરે આપવાનો થાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OHlFOm
Previous
Next Post »