પૃથ્વીનું પેટાળ પાણી, કુદરતી ગેસ અને ખનીજોનો ભંડાર છે. પણ જમીનમાં ક્યાં શું શું છે તે શોધવા માટે ખાસ્સી મહેનત કરવી પડે. જમીનમાં ઘણે ઉંડે કેવા કેવા ખનીજો છે તે જાણવા માટે વિજ્ઞાાનીઓએ વર્ષો સુધી અનેક નવા નવા સાધનો વિકસાવ્યા છે.
અગાઉના જમાનામાં ચુંબકીય મોજાં જમીનમાં ઉંડે સુધી પહોંચે. આ મોજાં કોઈ ધાતુ સાથે અથડાય તો વિદ્યુતપ્રવાહ જન્મે અને વિદ્યૃતપ્રવાહને કારણે સાધનમાં ઘંટડી વાગે.
બીજું એક સાધન ધ્રુજારીના આઘાતનાં મોજા પ્રસરિત કરતું. ધ્રુજારીના મોજા પડવાની જેમ ધાતુ સાથે અથડાઈને પાછા ફરે તેના પ્રમાણ ઉપરથી જમીનમાં ધાતુ કે તેલની હાજરીની ખબર પડે. ઇન્ફ્રારેડ ફોટો ગ્રાફીની શોધ થયા પછી વિમાનમાં બેસીને પણ ઇન્ફ્રારેડ કિરણો જમીન પર ફેંકીને ખનીજોની શોધ થતી.
આજે અવકાશમાં ઘૂમતાં સેટેલાઈટમાંથી ઇન્ફ્રારેડ કિરણો વડે ભૂગર્ભની તમામ માહિતી મેળવી શકાય છે. ભારતનાં આઈ.આર.એસ. સેટેલાઈટના કામ માટે પ્રતિબધ્ય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MzysQj
ConversionConversion EmoticonEmoticon