આકાશમાં ઉડતાં વિમાનો દેશવિદેશની સફર માટે ચોક્કસ માર્ગ પર ઉડતા હોય છે અને દરેક દેશને પોત પોતાની હવાઈ સરહદ હોય છે. જમીન પર સરહદ નક્કી કરવા માટે તારની વાડ કે દિવાલ બાંધી શકાય. પરંતુ આકાશમાં સરહદ કેવી રીતે નક્કી થતી હશે તે જાણો છો ? સામાન્ય રીતે વિમાનો આકાશમાં લગભગ ૩૦૫૦૦ મીટરની ઊંચાઈએ ઉડી શકે છે.
તેનાથી વધુ ઉંચાઈએ હવા પાતળી હોવાથી ખાસ પ્રકારના વિમાનો જ ઉડી શકે છે. એટલે દરેક દેશના જમીન વિસ્તારની ઉપર ૩૦૪૮૮ મીટરની ઉંચાઈ સુધી હવાઈ તે દેશની સરહદ ગણવાનો નિયમ છે. તેથી વધુ ઉંચાઈનું સમગ્ર આકાશી આંતર રાષ્ટ્રીય બગીચા જેવું છે. તેનાથી વધુ ઉંચાઈએ ફરી રહેલા સેટેલાઈટને કોઈ સરહદ કે સીમાનો નિયમ લાગુ પડતો નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2B36uaa
ConversionConversion EmoticonEmoticon