બોની કપૂરની 'વોન્ટેડ'ની સિકવલમાં સલમાન ખાન કામ કરવા રાજી નથી


મુંબઇ,તા. 13 ઓક્ટોબર 2019, રવિવાર

'વોન્ટેડ' ફિલ્મથી સલમાન ખાનની કારકિર્દી ઊંચકાઇ હતી. સલમાનને આજે પણ તેની સિકવલમાં કામ કરવાની ઇચ્છા છે. આ ફિલ્મને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી હોવાથી તેને ફિલ્મનો આઇડિયા પણ છે. પરંતુ બોની આ ફિલ્મના હક્ક વેંચવા રાજી નથી. સલમાન પાસેથી બોનીને 'નો એન્ટ્રી'ની સિકવલની ઇચ્છા છે.  પરંતુ સલમાને બોની સાથે કામ કરવું નથી. 

મૂળ ફિલ્મના હક્ક બોની પાસે હોવાથી પ્રભુદેવા 'વોન્ટેડ'ની સિકવલ બનાવે તો પણ તે  એ ફિલ્મને 'વોન્ટેડ ટુ'નું શિર્ષક આપી શકે એમ નથી. જોકે તાજેતરમા સોહિલ ખાને 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ: રાધે' શિર્ષક નોંધાવ્યું છે. આમાં રસપ્રદ વાત એ  છે કે, 'વોન્ટેડ'માં સલમાન ખાનના પાત્રનું નામ પણ 'રાધે' જ હતું. જ્યારે સોહિલે જે ટાઈટલ રજિસ્ટર્ડ કરાવ્યું છે તેમાં 'વોન્ટેડ અને રાધે' બન્નેનો ઉલ્લેખ છે. 

બોની સાથે સલમાનને અર્જુન કપૂરને લીધે વાંધો પડયો છે. તેથી તેને બોની સાથે કામ કરવું નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IOxEWL
Previous
Next Post »