નવી દિલ્હી, 14 ઓક્ટોબર 2019, સોમવાર
આજે જોસેફ એંટોઈન ફર્ડિનેંડ પ્લેટ્યૂની 218મીં જન્મજયંતી છે. તેમણે દુનિયાને સિનેમાની ભેટ આપી છે. સિનેમા અને વીડિયો આજે લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. જો કે તેની શરૂઆત સરળ ન હતી. સિનેમા અથાગ મહેનત અને સંઘર્ષ પછી દુનિયાને સિનેમા અને વીડિયો મળ્યા છે. આજે જોસેફ એંટોઈન ફર્ડિનેંડ પ્લેટ્યૂની 218મીં જન્મજયંતી છે. આજે ગૂગલએ તેમનું ડૂડલ બનાવી અને આ દિવસની ઉજવણી કરી છે. ગૂગલએ તેમના આવિષ્કારના આધારે ડૂડલ બનાવ્યું છે. ડૂડલમાં એક ડિસ્ક ફરી રહી છે. જોસેફ એંટોઈન ફર્ડિનેંડ પ્લેટ્યૂ દુનિયાના પહેલા એવા વ્યક્તિ હતા જેમણે દુનિયાને ચલચિત્રની પહેલી ઝલક દેખાડી હતી. આજે જાણીએ જોસેફ એંટોઈન ફર્ડિનેંડ પ્લેટ્યૂની ખાસ વાતો.
1. જોસેફ પ્લેટ્યૂનો જન્મ 1801ના રોજ બેલ્જિયમના બ્રસેલ્સમાં થયો હતો. 1829માં તેમણે ભૌતિક અને ગણિતીય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 1827માં બ્રસેલ્સમાં તેઓ બાળકોને ગણિત ભણાવતા અને 1835માં ગેંટ યૂનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રોફેસર બન્યા હતા.
2. જોસેફ પ્લેટ્યૂએ લોનો અભ્યાસ પણ કર્યો હતો. પરંતુ પછી તેમણે ફિઝિયોલોજિકલ ઓપ્ટિક્સનું અધ્યયન કર્યું. 1832માં તેમણે ફોનકિસ્ટી સ્કોપનો આવિષ્કાર કર્યો. ફોનકિસ્ટી સ્કોપ એ વસ્તુ છે જે ચાલે છે અને તસવીરનો ભ્રમ ઊભો કરે છે. આ આવિષ્કારથી જ આધુનિક સિનેમાનો જન્મ થયો.
3. તેમણે શોધમાં જણાવ્યું કે આપણી આંખના રેટિના પર તસવીર કેવી રીતે બને છે અને કેટલા સમય સુધી તે રેટિના પર ટકે છે. આંખ કેવી રીતે રંગ અને તેના ઊંડાણને સમજે છે.
4. ગૂગલએ આ આવિષ્કારના આધારે જ ડૂડલ બનાવ્યું છે.
5. જોસેફ પ્લેટ્યૂની આંખોની રોશની જતી રહી હતી. તેઓ જોઈ શકતા ન હતા તેમ છતાં તેમણે વિજ્ઞાનનું કામ કર્યુ. આંખનું તેજ ગયા બાદ તેઓ પોતાના દીકરા અને જમાઈની મદદ લેતા હતા.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2McN757
ConversionConversion EmoticonEmoticon