જન્મ સમયે થયેલો ભારે કમળો કે બાળપણની અમુક દવાઓથી બાળકને જીવનભરની નુકશાની વહોરવી પડે
આપણા દેશમાં ૧ થી ૫ ટકા જેટલા બાળકો ઓછા-વત્તા પ્રમાણમાં અપંગતા ધરાવે છે. નવજાત બાળકનો મૃત્યુદર જેમ ઓછો થાય તેમ 'બ્રેઈન ડેમેજ' બાળકની શક્યતા વધતી રહે છે. બાળકની અપંગતા ડીસેબીલીટી મગજ, આંખ, કાન, સ્નાયુ કે હાડકાના રોગને લીધે પરિણમે છે. ખાસ અગત્યના બાળકનું નિદાન તેની કઈ ઉંમરે અને કેટલું વહેલું થાય છે તેની હોય છે.
શા માટે: બાળકના કુદરતી વિકાસમાં જન્મ પહેલા, પ્રેગનન્સી સમયે, સુવાવડ સમયે કે તે પછી તરતના ગાળામાં નુકશાન થતા અવરોધ ઉત્પન્ન થતાં અપંગતા જન્મે છે. જેટલું કારણ વહેલું તેટલું નુકશાન વધારે. પ્રેગનન્સી સમયે લીધેલી દવાઓ, રોગો, ક્ષકિરણો વગેરે ખોડ-ખાંપણ ઉત્પન્ન કરી શકે. જન્મ સમયે યોગ્ય માત્રામાં બાળકને ઓક્સીજન ન મળે તો મગજને નુકસાન થઈ 'સરેબ્રલ પાલ્સી' નામનો રોગ થાય. જન્મ પછીની તરતની જ આ ક્ષણો ન સચવાતા બાળકને જીવનભરની નુકશાની વહોરવી પડે.
કેટલાક 'ડીજનરેટીવ રોગો' હોય જેમાં બાળકે નોર્મલ જન્મ્યુ હોય પછીની ઉંમરે મગજને નુકસાન થતા બાળક મંદબુદ્ધિનું થવા માંડતું હોય છે. આંખમાં ચેપ, જન્મજાત મોતિયો, વીટામીન-એની ખામી, મગજનો રોગોને લીધે બાળક દ્રષ્ટિ ગુમાવે છે. જન્મ સમયે થયેલો ભારે કમળો કે બાળપણની અમુક દવાઓથી બાળકને જીવનભરની નુકશાની વહોરવી પડે. કેટલાક ડીજનરેટીવ રોગો હોય જેમાં બાળક કમળો કે બાળપણની અમુક દવાઓથી બાળકને બહેરાશ આવી શકે. પોલીયો અને 'ડીસ્ટ્રોફી' નામના રોગમાં બાળકના સ્નાયુ કામ કરી ન શકતા અપંગતા પામે છે.
નિદાન કેટલું વહેલું? ૨ મહિને હસે નહિ, ૪ મહિને માથુ ટટ્ટાર ન રાખે, ૮ મહિને બેસે નહિ કે ૧૨ મહિને ટેકા વગર ઉભું ન રહે. ડોક્ટરને જણાવો. બાળક નીરસ રહે, ૨ મહિના પછી સખત મુઠ્ઠી વાળેલી રાખે, સ્નાયુઓ કડક રાખે, ખેંચ આવતી હોય, ખૂબ મોટું માથુ કે નાનું માથુ લાગે આવા બાળકોને જન્મ સમયે મગજનું નુકસાન થઈ શક્યું હોય. ૧ મહિને બાળક પ્રકાશની દિશા ઓળખી શકે. આંખની કીકી અનિયમિત ફર્યા કરે, આંખમાં ડાઘ દેખાય, આવા બાળકની આંખો ડોક્ટર ખાસ તપાસશે.
બાળક મોડું બોલતા શીખે, સ્કુલમાં નીરસ રહે, બેધ્યાન તો કાનની તપાસ અવશ્ય કરાવવી. જ્યારે માતાને પ્રેગનન્સી દરમ્યાન ભારે રોગો થયા હોય કુટુંબમાં કોઈ વારસાગત રોગો હોય, નબળું અને ઓછા વજનવાળું બાળક હોય ત્યારે ડોક્ટર તમને અવશ્ય સજાગ રાખશે. તમારા બાળકની વૃદ્ધિ અને વિકાસના સીમાચિન્હો વિશે જાણકારી અને નિયમિત ડોક્ટરી તપાસ ખૂબ જરૂરી છે.
સારવાર: 'હાઈરીસ્ક' બાળકોના મગજના વિકાસને પ્રોત્સાહિત કરવા ધ્યાન આપવું જરૂરી છે. ફરતાં રંગીન રમકડા બાળકની દ્રષ્ટિને ઉત્તેજન આપશે. બાળકને સુંદર હાલરડા, ગીતો કે અવાજથી રમાડવું તેના મગજને ઉત્તેજીત કરશે. ધીમો મસાજ, અમુક પોઝીશનમાં બાળકને રાખવું, ધીમી કસરત તેના સ્નાયુઓને કડક નહીં થવા દે. વૈજ્ઞાાનિક પધ્ધતિથી પણ પૂરવાર થયું છે કે બાળ-ઉછેરના આપણા રિવાજો, નબળા બાળકને વધુ મદદરૂપ છે.
ડોક્ટરી તપાસ, દવાઓ, નિયમિત કસરત અને માતા-પિતાને રોગ વિશેની સમજ સારવારનો આધાર હોય છે. સેરેબલ પાલ્સીના બાળકોને ખાસ કસરત કરાવવી પડે, સ્નાયુના ઓપરેશન થઈ શકે છે. જન્મજાત મોતિયાની વહેલામાં વહેલી નેત્રમણિ મુકાવવી. સારવાર કરાવવી પડે.
બહેરાશ માટેના સાધનોનો ઉપયોગ વહેલો કરવાથી તેની સ્પીચમાં સુધારો થશે. ખેંચની દવા રેગ્યુલર કરાવતા રહેવી. અપંગ બાળકોની સારવારમાં ધીરજ રાખવી, ઉત્સાહી રહેવું, નાસીપાસ ન થવું, બાળકને તેની ખાસ શાળામાં શિક્ષણ આપવું. આપણા દેશ માટે તો બાળકની અપંગતા રોકવી, સજાગ રહેવું અને વહેલી સારવાર આપવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LVfrsq
ConversionConversion EmoticonEmoticon