સહિયર સમીક્ષા - નયના


હું ૨૧ વરસનો છું. હું શરમાળ છું. લોકોને સાથે હું હળી મળી શકતો નથી. આ સ્વભાવ દૂર કરવાના મેં ઘણા પ્રયત્ન કર્યાં છે પણ મને એમા સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી 

- એક યુવક 

* તમે જેટલા વધુ મિત્રો બનાવશો એ તમારા લાભમાં છે. તમારું મિત્ર વર્તુળ વધારો અને તેમની સાથે વાત કરી તમારી શરમ દૂર કરો. મન મક્કમ બનાવશો તો જ તમારી આ તકલીફ દૂર થશે. સામે ચાલીને લોકો સાથે વાત કરો. શરૂઆતમાં પરિવારજનો તેમ જ નજીકના સગા-સંબંધી અને મિત્રો સાથે વાતચીત કરી સંકોચ દૂર કરો. આ માટે કોઈ દવા નથી. તમારે જ પ્રયત્નો કરવાના છે. મિત્રો સાથે હરવા-ફરવા જાવ, સામાજિક મેળાવડામાં ભાગ લો. ધીરે ધીરે તમારો સંકોચ દૂર થશે.

હું ૪૪ વર્ષનો છું. મને કોઈ જાતનું વ્યસન નથી. મારી તકલીફ એ છે કે મને શીધ્રપતન થઈ જવાથી મારી સેક્સ લાઈફ પર અસર પડી છે. લગ્નની શરૂઆતમાં ચાર-પાંચ વર્ષ કોઈ તકલીફ નહોતી પરંતુ એ પછી આ સમસ્યા ઉદ્ભવી છે જેનોે કારણે મારી પત્ની કંટાળી ગઈ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક ભાઈ (જામનગર)

* શીધ્રસ્ખલન માટે ચાર કારણ જવાબદાર છે. તીવ્ર કામેચ્છા, ઈન્દ્રિયની આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના, પ્રોસ્ટેટમાં કોઈ ઈન્ફેક્શન અને ડાયાબિટીસની શરૂઆત, આમાંનું યોગ્ય કારણ શોધી ઉપચાર કરાવવાની જરૂર છે. પત્નીને તમે ઓરલ સેક્સથી સંતોષ આપી શકો છો. મહત્ત્વની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં. પત્નીને સંતોષ મળે નહીં તો તે ચિડચિડી બની જાય એ સ્વાભાવિક છે. આથી તેને ઓરલ સેક્સથી સંતોષ આપો જેથી તેની ફરિયાદ પણ દૂર થાય.

દિવસમાં બે કે ત્રણ  વાર હસ્તમૈથુન કરવાથી સંતાન પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી આવે ખરે? શરીરની તંદુરસ્તી પર કોઈ અસર પડે કે સેક્સની ઈચ્છા ઓછી થાય? સેક્સની દવા લેવાથી કોઈ નુકસાન થાય?
- એક યુવક (સંતરામપુર)

*  હસ્તમૈથુન એ શરીરનો આવેગ દૂર કરવાનો એક કુદરતી માર્ગ છે. તેનાથી શરીરને, સેક્સ લાઈફ કે સંતાન પ્રાપ્તિમાં કોઈ તકલીફ થતી નથી. પરંતુ દરેક વસ્તુનો અતિરેક ટાળવો જરૂરી છે. સેક્સની દવાની વાત છે તોે આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવાની સલાહ છે. આ દવા લેનારને કોઈ ફાયદો થતો નથી. ફાયદો માત્ર દવા વેચનારને જ થાય છે. આથી આવી દવા લેવાનો વિચાર પડતો મૂકો. 

અમારા લગ્નને બે વર્ષ થયાં છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે.  અમારા બંનેના રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસે સંબંધ બાંધવાથી ગર્ભ રહે છે.
- એક ભાઈ (મુંબઈ)

* સંભોગ દરમિયાન તમે જેવી કે તેલ જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. કારણ કે આનાથી શુક્રજંતુઓની ગતિ મંદ થઈ જાય છે. સામાન્ય રીતે માસિક પછી બીજા અને ત્રીજા અઠવાડિયામાં એકાંતરે સંબંધ બાંધવાથી ગર્ભ રહેવાની શક્યતા છે. મતલબ પહેલો મહિનો આવી જાય એનું એક અઠવાડિયું છોેડી બીજા અને ત્રીજા અઠવાડિયામાં સંબંધ બાંધવો.  આ ઉપરાંત પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવી અડધો કલાક એ સ્થિતિમાં રાખીને સૂઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ ઉપાય અજમાવાથી ગર્ભ રહેવાની કોઈ ગેરન્ટી નથી. તમે બીજીવાર કોઈ સારા ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમનું માર્ગદર્શન લો. 

હું પરિણીત છું. મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારી છાતી પર ઘણી ચરબી છે. આથી સ્ત્રીના સ્તન હોય એવું જ લાગે છે. મારી કમર પર પણ ચરબીના સ્તર છે જેથી મારું શરીર સ્ત્રી જેવું લાગે છે. મારી આ સમસ્યા દૂર કરવા કોઈ ઉપાય દેખાડો.
- એક ભાઈ (અમદાવાદ)

* તમારા હોર્મોન્સમાં કોઈ અસમતુલા નથી એની તપાસ કરાવો. કોઈ પણ સારી હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી ડિપાર્ટમેન્ટમાં આ તપાસ થઈ શકે છે. પરંતુ તમને આ સમસ્યા હોય નહીં તોે તેલવાળા, તળેલા અને ચરબીવાળા પદાર્થોનો  ત્યાગ કરો તેમ જ ચાલવાનું રાખો. કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ વ્યાયામ કરો. આમ શરીર પરથી ચરબી ઘટી જશે તો સમસ્યા પણ ઘટશે. આ ઉપરાંત થાઈરોઈડ કે કોઈ બીજા હોર્મોન્સને કારણે પણ સ્થૂળતા સર્જાય છે. શરીરની સ્થૂળતા દૂર કરે એવો આહાર લો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32kzw1a
Previous
Next Post »