(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.14 ઓક્ટોમ્બર 2019, સોમવાર
અનુષ્કા શર્મા લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર છે. શાહરૂખ ખાન સાથેની 'ઝીરો'ની નિષ્ફળતા બાદ અભિનેત્રીએ કોઇ ફિલ્મ સાઇન કરી નહોતી. તે એક સારી ઓફરની રાહ જોઇ રહી હતી, જે હવે તેને મળી ગઇ હોય એમ લાગે છે.સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ ફિલ્મ માટે પહેલા દીપિકા પદુકોણનું નામ બોલાયું હતું.
સૂત્રની વાત સાચી માનીએ તો, ફરાહ ખાનની 'સત્તે પે સત્તા'ની રિમેકમાં હિરોઇન તરીકે અનુષ્કા શર્માને ફાઇનલ કરવામાં આવે તેવી વકી છે. જોકે અનુષ્કાએ હજી સુધી આ ફિલ્મ સાઇન કરી નથી. આ ફિલ્મ હોલીવૂડની ફિલ્મ 'સેવન બ્રાઇડસ ફોર સેવન બ્રધર્સ'થી ' સત્તે પે સત્તા' બનાવામાં આવી હતી. જેથી તેમાં પાશ્ચાત્ય ઢબની છાંટ હોવાથી અનુષ્કાને પાત્ર માટે યોગ્ય માનવામાં આવી છે.
ફરાહ ખાન આ ફિલ્મને ડાયરેકટ્ કરી રહી છે. અમિતાભે ભજવેલ પાત્ર માટે હૃતિક રોશનના નામની ચર્ચા છે. જોકે તેણે પણ હજી ફિલ્મ સાઇન કરી નથી. આ ફિલ્મની ઘોષણા જલદી જ કરવામાં આવે તેવી શક્યતા છે તેમ સૂત્રે વધુમાં જણાવ્યુ હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IQTQjc
ConversionConversion EmoticonEmoticon