(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.14 ઓક્ટોમ્બર 2019, સોમવાર
'વોન્ટેડ અને દબંગ ૩' બાદ સલમાન ખાન ફરી એક વખત પ્રભુદેવા સાથથે કામ કરવાનો છે. આ ફિલ્મમાં સલમાનસાથે અનુષ્કા શર્માનું નામ વિચારાધીન હતું પરંતુ હવેે યુવાન અભિનેત્રી દિશા જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મને ૨૦૨૦ના ઇદના દિવસે રિલીઝ કરવાની યોજના છે.
સૂત્રના અનુસાર, સલમાન ખાન બહુ જલદી જ 'રાધે ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ' ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. જેમાં તેની સામે અનુષ્કા શર્માનું નામ બોલાતું હતું. પરંતુ હવે મળેલ બાતમી પ્રમાણે આ ફિલ્મ દિશા પટાણીને ફાળે ગઈ છે. કહેવાય છેકે, આ ફિલ્મમાં સલમા નસાથે યુવાન અભિનેત્રી દિશા પટાણીને લેવામાં આવશે.ફિલ્મ મેકર્સને દિશાને લેવાની ઇચ્છા છે. દિશા સાથે ફિલ્મની ટીમ વાતચીત કરી રહી છે. જો બધુ સમૂસુથરું પાર પડશે તો, આની ઘોષણા તરત જ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સલમાન અને દિશાએ ફિલ્મ 'ભારત'માં સાથે કામ કર્યું છે. તેથી આ જોડી ફરી રૂપેરી પડદે જોવા મળશે.આ ફિલ્મને નવેમ્બરના પહેલા અઠવાડિયામાં શરૂ કરવામાં આવે તેવી વકી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2phWRlE
ConversionConversion EmoticonEmoticon