ઇલેક્ટ્રોનિક પદ્ધતિ કરવાથી શું રિફંડ ત્વરાથી પ્રાપ્ત થશે ?


GST કાયદામાં રિફંડ લેવા માટે ઇશ્વરની કૃપાદ્રષ્ટિ હોવી અનિવાર્ય છે. કાયદા હેઠળ રિફંડ બાબતે જોગવાઈ તો કરી નાખી પણ તેનો અમલ કરવા માટેના નિયમો હજી સુધી ઘણાં જટિલ છે. એક માસ અથવા એક ટેક્સ પિરિયડ માટે એક કરતા વધુ અરજી થઈ ના શકે તેવું GST  પોર્ટલ ઉપર માળખું બનાવવામાં આવ્યંબ છે આખા GST કાયદામાં આવી કોઈ જોગવાઈ છે જ નહીં તો પછી GST પોર્ટલ ડફાકા કેવી રીતે મારી શકે ? કાયદેસર પરત લેવાની વેરાની રકમ માંગવામા ય ભીખ માગવા જેવું કામ છે. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ સરકાર દ્વારા રિફંડની માંગણી કરવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. તદઉપરાંત ૩ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ પરિપત્રો દ્વારા અમુક ખુલાસા કર્યા છે જેની આજના લેખમાં સરળ સમજૂતી આપવામાં આવી છે.

૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯નો સુધારો
પ્રવર્તમાન પદ્ધતિ પ્રમાણે સપ્લાયર દ્વારા રિફંડની અરજી નમૂના  GST RFDO1A માં કરવાની રહેતી GST પોર્ટલ ઉપર ત્યારબાદ અરજીની ચકાસણી કરવા માટે અધિકારી સમક્ષ હાજર થઈને દસ્તાવેજ રજૂ કરવાના થતા અરજી હેઠળના દસ્તાવેજો જ્યારે જમા કરાવવામાં આવતા ત્યારે ક્ષેત્રફળ અધિકારી અરજીની સ્વિકૃતિ પુરવાર કરતા પહોંચ  GST RFD- 02માં હાથેથી સહી કરીને આપતા. કોઈ ઉણપ જણાતા અધિકારી દ્વારા હાથેથી સહી કરેલ ડેફીશ્યન્સી મેમો  GST RFD-03 માં પાઠવવામાં આવતો. 

GST ના નિયમો પ્રમાણે એક વખત  RFD-03 પાઠવવામાં આવે તો ફરજિયાત રિફંડની અરજીમાં કશું જ વધુ કર્યા વગર રિફંડ માંગણીની રકમ સપ્લાયરના ખાતામાં રિ-ક્રેડિટ કરવી પડતી આ બાબતે રકમ રિ-ક્રેડિટ ન થવાથી અનેક લોકોની રિફંડ અરજીના મડદા હજી નિકાસ થયા વગર પડી રહ્યા છે. બધું બરાબર હોવાથી રિફંડ ચુકવવાપાત્ર થયેથી અધિકારી RFDO4 માં પ્રોવિઝનલ દેશ કરતા અને અરજીની રકમના ૯૦% રકમનું ચુકવણું RFD-05 માં કરતા અને બાકીના ૧૦%ની રકમ માટે ઇખઘ-૦૬ માં ફાઇનલ આદેશ હાથેથી સહી કરી મેન્યુઅલ બનાવતા.

હવેથી નવી પદ્ધતિ પ્રમાણે સપ્લાયરે RFD-01 માં ઑનલાઇન અરજી કરવાની થાય અને તેની સ્વિકૃતિ દર્શાવતી પહોંચ ઓનલાઇન જ  RFD-02 માં ઇલેક્ટ્રોનિકલી આપવામાં આવશે. ખાસ નોંધવું કે બેંક ખાતાની વિગત GST પોર્ટલ સાચી અને બરાબર હોય કારણ કે એક પણ ભૂલ હોવાથી જો બેંક ખાતું ઓનલાઇન મેચ નહિ થાય તો રિફંડ ચૂકવવામાં આવશે નહીં.

અગાઉ મુજબની બધી જ કાર્યવાહીના આદેશ મેમો ઓનલાઇન સપ્લાયરને બજવવામાં આવશે અને ડેફીશ્યન્સી મેમોવાળા કિસ્સામાં રકમ તરત રિ-ક્રેડિટ કરી આપવામાં આવશે અને નવેસરથી અરજી કરવાની થાય. વધુમાં સેન્ટર અને સ્ટેટના ક્ષેત્રફળના બે અધિકારીના ધક્કા ખાધા વગર નવી પદ્ધતિ હેઠળ રિફંડ આપવાની વાત કેટલી ખરી ઉતરે તે જોવાનું રહેશે.

શૂન્ય રકમની અરજી કરી અને ખરેખર રિફંડ માગવાનું થયું તો ?
સરકાર દ્વારા પરિપત્ર ક્રમાંક ૧૧૦/૨૯/૨૦૧૯ GST તા. ૩-૧૦-૨૦૧૯ હેઠળ એમ સવલત આપી કે જે સપ્લાયરે RFD૦A- RFD 01  કોઈ માસ માટે NIL તરીકે ભર્યું હોય અને ફરી રિફંડની અરજી કરવાની થાય તો તે હવે કરી શકશે. આ સવલત બે શરતોને આધિન છે કે જેમાં નોંધાયેલ વ્યક્તિએ કોઈ માસ માટે કલમ ૫૪ હેઠળના વિકલ્પ માટે NIl ની અરજી કરેલી હોવી જોઈએ અને આવા સમાંતર વિકલ્પ કે Zero Rated સપ્લાયના કારણે જમાં વેરાશાખ અથવા ઇન્વર્ટેડ ડયુટી સ્ટ્રક્ચરવાળા રિફંડના કિસ્સા માટેની અરજી કોઈ અન્ય ટેક્સ પિરિયડ માટે કરેલી ના હોવી જોઈએ તો જ આ પરિપત્રનો લાભ લઈને અરજી કરી શકાશે. રિફંડ લેવા માટે અરજી 'એની અધર'નો વિકલ્પ લઈને GST પોર્ટલ ઉપર દાખલ કરવાની રહેશે અને નિયમ પ્રમાણે રકમ ચૂકવણી કરવામાં આવશે.

અપીલ અથવા અન્ય કારણના લીધે રિફંડ
જ્યારે રિફંડની અરજી ફગાવી કાઢતા આદેશ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલી હોય અને અરજદારની તરફેણમાં ચુકાદો આવે તેવા કિસ્સામાં સરકારશ્રીના પરિપત્ર ક્રમાંક ૧૧૧/૩૦/૨૦૧૯ GST તા. ૩-૧૦-૨૦૧૯ મુજબ અરજી કરવાની થાય. રિફંડની અરજી કરતી વખતે કયા કારણના લીધે રિફંડ ઉદભવ્યું તે વિકલ્પ દર્શાવીને અરજી કરવાની થાય અપીલ આદેશના કારણે રિફંડ લેવાનું થાય કારણ કે ખોટી રીતે RFD-૦૬ માં અરજી ફગાવી કાઢી હતી તેવા કિસ્સામાં જે પ્રમાણે આદેશમાં રાહત આપીને રિફંડ મળવાપાત્ર ઠરાવવામાં આવેલ હોય તે મુજબ સપ્લાયરે 'Returnd on account of assessment/ prov assessment/ appeal/ any other" નો વિકલ્પ લઈને GST પોર્ટલ ઉપર આદેશની તારીખ, નંબર તથા નકલની સ્કેન કોપી બીડીને અરજી કરવાની થાય. 


ફરી વખત લેજરમાંથી રકમ ઉધારવાનો પ્રશ્ન ન રહે કારણ કે ફગાવી કાઢેલી અરજીની રકમ રિ-ક્રેડિટ હજી કરી જ નથી. સરકારે. આમ, એક વખત રિફંડની અરજીમાં કોઈ કારણસર ભૂલ/ વિવાદ ખથાય તો ખાસ કાળજી લઈને પરિપત્ર પ્રમાણે નિવેડો લાવી શકાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AQlJDA
Previous
Next Post »