(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 ઓક્ટોમ્બર 2019, ગુરુવાર
પરિણિતી ચોપરાએ કરણ જોહર સાથે બે ફિલ્મોમાં કામ કર્યું છે, અન ેહવે તે ત્રીજી વખત સાથે કામ કરવાની હોવાની અટકળ થઇ રહી છે.
''હાલમાં પરિણિતી ધર્મા પ્રોડકશનની ઓફિસમાં જોવા મળી હતી. તેણે કરણ જોહર નિર્મિત ફિલ્મો 'હસી તો ફસી' અને 'કેસરી'માં કામ કર્યું છે. હવેે તે ધર્મા પ્રોડકશનની ઓફિસમાં ફરી જોવા મળી હોવાથી કરણ સાથે હેટ્રિક કરે તેવી શક્યતા છે,''તેમ સૂત્રે જણાવ્યું હતું.
અભિનેત્રીએ હાલ જ 'ગર્લ ઓલ ધ ટ્રેઇન'નું શૂટિંગ પુરુ કર્યું છે. પરિણિતીને હવે બોલીવૂડમાંથી ઓફરો મળી રહી છે. તે સાનિયા નહેવાલની બાયોપિકમાં પણ કામ કરી રહી છે, અને તેની પણ કોચ પાસેથી વિશેષ તાલીમ લઇ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અમોલ ગુપ્તે કરવાનો છે.
સાનિયાની બાયોપિકમાં પહેલા શ્રદ્ધા કપૂર કામ કરવાની હતી. પરંતુ શ્રદ્ધાએ આ ફિલ્મ છોડી દેતા પરિણિતીને મળી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IDF0fA
ConversionConversion EmoticonEmoticon