નવી દિલ્હી, 11 ઓક્ટોબર 2019, શુક્રવાર
જ્યારે માણસની ઉંમર 30થી 35 વચ્ચેની હોય છે ત્યારે તેને શરીરમાં થોડા ફેરફાર કે ગડબડ અનુભવવાય છે. ડોક્ટરોના મતે દર દસ વર્ષે માણસના શરીરમાં હાડકાંનું દ્રવ્યમાન ઘટે છે. 40થી 80 વર્ષની ઉંમરના માણસના શરીરના 40 ટકા સ્નાયૂ ગળી જાય છે.
માણસના શરીરની કોશિકાઓ દર સમયે અલગ હોય છે અને ફરી નવી કોશિકાઓ બની જાય છે. શરીરમાં આ ક્રિયાના કારણે વિકાસ થાય છે. પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ કોશિકાઓ આ ક્રિયા કરવાનું બંધ કરી દે છે. 40 ટકા સ્નાયૂ ખતમ થઈ જાય છે અને જે બચી હોય છે તે નબળી થવા લાગે છે. તેના કારણે માણસના ડીએનએ પણ ખરાબ થવા લાગે છે. ડીએનએમાં થતી ગડબડીના કારણે કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે માણસનું શરીર મશીનની જેમ કામ કરે છે અને મૃત્યુ એટલે મશીન બંધ થઈ જવું. તો ચાલો જાણીએ કે માણસના મોત સમયે શરીર સાથે શું થાય છે.
1. શરીર કાબૂમાં નથી રહેતું.
2. મગજ કામ કરવાનું બંધ કરે છે અને થોડા સમયમાં હૃદય બંધ થાય છે.
3. ધબકારા બંધ થયાની 4થી 6 મિનિટ પછી મગજને ઓક્સીજન પહોંચતું બંધ થાય છે અને શરીર તરફડવા લાગે છે.
4. ઓક્સીજનના અભાવના કારણે મગજની કોશિકા મરવા લાગે છે.
5. શરીરમાં જ્યારે આ પ્રક્રિયા થાય છે તે સમયને મેડિકલ સાયંસમાં પોઈંટ ઓફ નો રિટર્ન કે નેચરલ ડેથ કહેવાય છે.
6. મોત થયા બાદ દરેક કલાકે શરીરનું તાપમાન 1.5 ડિગ્રી ઘટે છે.
7. લોહી શરીરમાં જામવા લાગે છે અને શરીર અકડ થઈ જાય છે.
8. મોતના 24 કલાક સુધી શરીરમાં ત્વચાની કોશિકા અને આંતરડાના બેક્ટેરિયા જીવિત રહે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર શરીરને સ્વસ્થ રાખવા અને આ જોખમને લાંબા સમય સુધી ટાળવા માટે સારું ભોજન, પર્યાપ્ત ઊંઘ, પાણી અને વ્યાયામ ખૂબ જરૂરી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pfbOod
ConversionConversion EmoticonEmoticon